News of Monday, 5th May 2025
અમદાવાદમાં તંત્રની બેદરકારીના કારણે મકરબા વિસ્તારમાં રસ્તા પર પડેલા ભૂવામાં એક રિક્ષા ખાબકતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ
ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને રિક્ષાને બહાર કાઢી : જોકે, સદનસીબે રિક્ષામાં બેઠેલી મહિલા અને બાળકને કોઈ ઈજા પહોંચી નથી

અમદાવાદ તા.૫ :શહેરમાં ભૂવો પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં તંત્રની બેદરકારીના કારણે ચોમાસાની સિઝનમાં ભૂવા પડવા અને વાહનો તેમાં ગરકાવ થઇ જવાની ઘટના આમ તો સામાન્ય કહેવામાં આવે છે. પરંતુ હાલમાં મકરબા વિસ્તારમાં રસ્તા પર પડેલા ભૂવામાં એક રિક્ષા ખાબકી હતી.
તંત્રની બેદારકારી સામે આવી
AMC ની ઘોર બેદરકારીના કારણે ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. રોડ પર પડેલા ભૂવામાં રિક્ષા પડી ગઈ હતી. બનાવમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. અને રિક્ષામાં મહિલા અને બાળક પણ સવાર હતા. બનાવ બાદ AMCએ બેરીકેટ લગાવી રોડ બંધ કરી દિધો છે.
લોકો મદદે પહોંચ્યા
ઘટના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રીક્ષા ચાલકને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. સ્થાનિકોએ રિક્ષાને બહાર કાઢી હતી. જોકે, સદનસીબે રિક્ષામાં બેઠેલી મહિલા અને બાળકને કોઈ ઈજા પહોંચી નથી.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
