તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 5th May 2025
બનાસકાંઠા-ભાભર સહિત સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો
કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાનની ભીતિ: બાજરી, જુવાર, મગફળીના પાકને નુકસાનની શક્યતા

બનાસકાંઠા-ભાભર સહિત સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠા જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાજરી, જુવાર, મગફળીના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે. ખાસ કરીને કેસરી કેરીના પાક હાલ તૈયાર થઇ ચૂક્યો છે. આ સમયે જ કમોસમી વરસાદની આગાહીએ કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધારે છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
