<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

રાજયમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ભીલોડા યાર્ડમા 620 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,807.70 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 2,807.70 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ભીલોડા માર્કેટ યાર્ડમા 620 રૂપિયા બોલાયો હતો. ભીલોડા યાર્ડમાં નીચો ભાવ 490 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સિદ્ધપુરમાં 611 રૂ., 600 રૂ., રાધનપુરમાં 592 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 651 રૂ. અને નીચો ભાવ 470 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,807.70 ટન ઘઉંની આવક થઇ છે.

(10:02 PM IST)