<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5500 રૂપિયા બોલાયો :જાણો 27 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,071.29 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,071.29 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5500 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3475 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ધાનેરામાં 4491 રૂ., હારીજમાં 4449 રૂ., રાધનપુરમાં 4411 રૂ., થરામાં 4400 રૂ., રાજકોટમાં 4391 રૂ., ગોંડલમાં 4351 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,071.29 ટન આવક થઇ છે.

(10:13 PM IST)