તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 5th May 2025
રાત્રે છેલ્લા 2 કલાકમાં રાજ્યના 75 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
ખાનપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો:મહેસાણા તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો : સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ

અમદાવાદ :રાજ્યમાં તમામ જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યના 75 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં મહિસાગરના ખાનપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે તો મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં માત્ર બે કલાકમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.
સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના શિહોર તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરના માણસામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
