News of Tuesday, 6th May 2025
ભરૂચમાં ભારે પવન ફૂંકાતા કલાકો સુધી લાઈટ ગુલ : શહેરીજનોમાં ભારે આક્રોશ
વીજ કંપનીની કચેરી ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો: વીજ કર્મચારી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભાવનગર, રાજકોટ, જસદણ, બોટાદ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ થવાથી ખેડૂતોમાં પાકને લઈને ચિંતા ઉભી થઈ છે.
ભરૂચમાં ભારે પવન ફૂંકાતા કલાકો સુધી લાઈટ ગુલ થઈ છે. ઉનાળાની ગરમીમાં બફારાથી લોકો રોષે ભરાયા છે. વીજ કંપનીની કચેરી ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો છે. વીજ કર્મચારી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. વાવાઝોડા બાદ વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલી સર્જાઈ છે. GEBની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
