<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

આવતીકાલની મોકડ્રીલ માટે ગુજરાત સજ્જ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી

આપત્કાલીન સ્થિતિ માટે તૈયાર રહેવા તમામ વિભાગોને અપાયા જરૂરી નિર્દેશો : ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર, તા. ૬ મે: આવતીકાલે રાજ્યના ૧૫ જિલ્લાઓમાં યોજાનાર મોકડ્રીલના આયોજન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મોકડ્રીલ માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ વિભાગોને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને હોમગાર્ડ્સ તથા સિવિલ ડિફેન્સના ડીજીપી મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી અને તમામ વિભાગોને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્કાલીન પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી અને અસરકારક રીતે મદદ પહોંચાડવાનો છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો નુકસાન ઘટાડી શકાય.

 

(1:34 PM IST)