News of Tuesday, 6th May 2025
કેન્દ્રના નિવૃત્ત કર્મચારીઓની માંગણી માટે રાષ્ટ્રીય લેવલે લડત ચલાવાશેઃ દૂરસંચાર પેન્શનર્સ સંઘનું અધિવેશન
ગુજરાતમાં નવી કારોબારીઃ પ્રમુખ તરીકે ભાવસારઃ કાર્યકારી પ્રમુખ તરીકે મેનપરાની વરણી...

રાજકોટ તા. ૬ :.. ભારતીય દૂરસંચાર પેન્શનર્સ સંઘ-BDPS (એકમ, ભારતીય મજદૂર સંઘ- BMS )નું રાષ્ટ્રીય અધિવેશન વડોદરા ખાતે મળ્યું હતું. જેમાં ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીધર પંડયા, મહામંત્રી, BTEU ના રાષ્ટ્રીય મહામંત્રી આર.સી.પાંડે . ગુજરાત BMS ના અધ્યક્ષ- ગિરીશ પટેલ સંયુક્ત રિટાયર્ડ યુનિયન / એસોસિયેશન કન્વીનર અમરસિંહ સંખલા, BDPS ના જનરલ સેક્રેટરી- હરી સોવાની, પ્રેસિડેન્ટ- કિશોર વૈદ્ય, ગુજરાતના સર્કલ સેક્રેટરી- બી. જી. પટેલ, BDPS ના હોદેદારો અને દેશભરમાં માથી આવેલા BDPS ના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રિય અધિવેશનમાં BDPS ના જનરલ સેક્રેટરી હરી સોવાની એ પગાર આયોગની વિસ્તળત માહિતી આપી હતી.
કેન્દ્ર સરકારના આયાકા - ૨૦૧૭ આવ્યો . રિટાયર્ડ રિકારના રિટાયર્ડ કર્મચારીઓની સંખ્યા ૯૦ લાખથી વધારે છે, જેમાં દૂરસંચારના કર્મચારીઓ ૪.૫ લાખ છે તેમના પ્રશ્નો અને આ અધિકાર માટે લડવાનું કર્તવ્ય અને ફરજ છે. અધિવેશનમાં ઉપસ્થિત દરેક સંસ્થાના હોદેદારોએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.
આ અધિવેશનમાં વિવિધ પેન્ડીંગ માંગણીઓના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા ક્ક જેમાં મુખ્યત્વે, (૧) દૂરસંચાર નાં કર્મચારીઓ અને નિવળત્ત કર્મચારીઓને બીજા પગાર સંશોધન આયોગ(૨nd PRC) ના લાભ આપવામા આવે (૨) BSNL/MTNLમાં ઘણા સમયથી અટકાવેલ દરેક કેડરના પ્રમોશનો તુરંત આપવામાં આવે.
(૩) ભારતના વરિષ્ઠ નાગરિકોને પેન્શન સુધારાનો લાભ ન આપતી CCS (પેન્શન નિયમો)ની સુધારાની કલમ વહેલી તકે પાછી ખેંચવામાં આવે.
(૪) સભ્યોને CGHSના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) સ્તરે સ્થાનિક એડવાઈઝરી કમિટીઓ અને એડિશનલ ડિરેક્ટર સ્તરે ઝોનલ એડવાઈઝરી કમિટીઓમાં નિમણૂક કરવામાં આવે
(૫) IDA પગાર ધોરણ લેવલ નં. ૭ થી ૧૧ને એક જૂથમાં રાખી એક સરખી રકમ વસુલવામાં આવી છે. માત્ર મૂળ પગારના આધારે વોર્ડ સુવિધા ફાળવવી અન્યાયી છે, આ વિસંગતતા વહેલી તકે દૂર કરી ‘સમાન ચુકવણી માટે સમાન સુવિધા' સુનિヘતિ કરવામાં આવે
(૬) પેન્શનરોની સંસ્થાઓની પુનઃ સત્તાકરણ માટે તાત્કાલિક નવી પ્રસ્તાવનાઓ/અરજીઓ મંગાવવામાં આવે, જેથી નવી અને ખરેખર પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓને પણ પેન્શનરો અને પેન્શનર કલ્યાણ વિભાગ (DOP&PW) સાથે ઓળખાયેલી સંસ્થાઓની યાદીમાં સામેલ કરવામાં આવે, વિગેરેનો સમાવેશ થાય છે.
લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં રજૂઆત કરવાનું અને આ માટેની લડત રાષ્ટ્રીય સ્તરે ચાલુ રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું.
આ અધિવેશનનાં અંતે, BDPS ની રાષ્ટ્રીય કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રતનેશકુમાર અને રાષ્ટ્રીય મંત્રી તરીકે હરિ સોવાની અને ખજાનચી તરીકે વિકાસ ખોટ ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.
આ રીતે ગુજરાતમાં નવી કારોબારીમાં પ્રમુખ તરીકે એ.એન. ભાવસાર, કાર્યકારી પ્રમુખ બી.એ. મેનપરા ,સર્કલ સેક્રેટરી તરીકે બી.જી. પટેલ અને ખજાનચી તરીકે વાય. એસ. કંસારા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
