<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

દિલને ટાઢક વળે તેવા પ્રેરણાદાયી થેલેસેમીયા ડે કેર સેન્‍ટરો

થેલેસેમીયા જાગૃતિ લેખમાળા-૮ :વિશ્‍વ થેલેસેમીયા દિવસને સાચા અર્થમાં થેલેસેમીયા બાળકોની સેવાના માધ્‍યમથી ઉજવીએ અને આ બાળકોની ચાલી રહેલીએ અવિરત સેવાના દિવડામાં આપણે તમામ નાગરિકો યથાશકિત ઇંધણ પૂરતા રહીએ

સેવા ત્‍યારે જ સિદ્ધિ પામે જ્‍યારે સંકલ્‍પ પવિત્ર હોય. ભારતભરમાં આદર્શ ઉદાહરણ સ્‍વરૂપ કહી શકાય એવું જો કોઈ થેલેસેમીયા ડે કેર સેન્‍ટર અને બ્‍લડ ટ્રાન્‍સ્‍ફયુઝન સેન્‍ટર હોય તો તે અમદાવાદમાં કાર્યરત છે. છેલ્લા સાત વર્ષોથી ઉમદા સેવા આપતું આ કેન્‍દ્ર ‘શ્રી જલારામ અભ્‍યુદય સદભાવના ટ્રસ્‍ટ' દ્વારા તે સમયે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બંધ પડેલી એક શાળાના મકાનમાં જરૂરી સમારકામ કરાવી ચાલુ કરવામાં આવ્‍યું હતું. આજે ત્‍યાં દાતાશ્રીઓ ના અમૂલ્‍ય સહકાર થકી ૨૦૦ કરતા વધારે બાળકોની તમામ -કારની સેવા અને જરૂરી મેડિકલ ટેસ્‍ટ્‍સ વિનામૂલ્‍યે કરવામાં આવે છે. એટલું જ નહીં, આવા બાળકોના એચ.એલ.એ પરીક્ષણો ના પરિણામ તે બાળકના સગા ભાઈ કે બહેન અથવા તેના માતા કે પિતા સાથે મેળવતા જો તેવું મેચિંગ શકય બનતું હોય તો તેના અસ્‍થિમજ્‍જા પ્રત્‍યારોપણ ની પ્રક્રિયા બેંગલોર સ્‍થિત સમાજસેવી સંસ્‍થા ‘સંકલ્‍પ ઇન્‍ડિયા ફાઉન્‍ડેશન'ની મદદથી અમદાવાદની સિમ્‍સ અથવા હેલ્‍થ ૧ હોસ્‍પિટલમાં પૂર્ણ કરાવી તે બાળકને સંપૂર્ણ સ્‍વસ્‍થ અને સાજા કરવાનું એક અભિયાન પણ આ ટ્રસ્‍ટ દ્વારા શરૂ કરાયું છે. છેલ્લા ૩ થી ૪ વર્ષમાં લગભગ ૩૦ જેટલા બાળકોને થેલેસેમીયા મેજર બિમારીથી કાયમી છુટકારો અપાવવામાં આ ટ્રસ્‍ટના કર્મયોગીઓએ જે જહેમત ઉઠાવી છે, તે બેમિસાલ છે. સેવાનો ઉત્‍સાહ અને માનવતાની મહેક એ આ અભિયાનની ઓળખ બની છે. ટ્રસ્‍ટની ટીમ દ્વારા દર વર્ષે ૫૦ ઉપરાંત રક્‍તદાન શિબિરો ના આયોજન થકી હજારો યુનિટ લોહી સર્વોદય બ્‍લડ બેંક અને પ્રથમા બ્‍લડ બેંકને પૂરું પાડી, બંને બ્‍લડ બેંકના સહકારથી આ હજારો યુનિટ લોહી સેન્‍ટર ઉપર રજિસ્‍ટર થયેલા બાળકોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. વર્ષોના સહવાસ અને તાદાત્‍મ્‍ય ના કારણે દર્દી બાળકો સાથે સંસ્‍થાનો એક પરિવાર સમો તોહસંબંધ બંધાઈ ગયો છે. આ બાળકો માટે વાર તહેવાર ઉપર પિકનિક, સાંસ્‍કળતિક કાર્યક્રમો, પ્રવાસ અને આનંદપ્રમોદ માટેના આયોજનો પણ કરવામાં આવે છે. આવા અન્‍ય કેન્‍દ્રો અન્‍ય થોડા શહેરોમાં પણ મર્યાદિત સવલતો સાથે થેલેસેમીયા ગ્રસ્‍ત બાળકો ની સેવા માં કાર્યરત છે

 આવું જ એક અન્‍ય થેલેસેમીયા ડે કેર સેન્‍ટર કોરોના કાળમાં હેરાન-પરેશાન થતાં સૌરાષ્‍ટ્રના થેલેસેમીયા મેજર બાળકોના લાભાર્થે રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર ચાર વર્ષ‘‘પહેલા યુધ્‍ધના''ધોરણે શરૂ કરાયું હતું. અહીંયા ૧૦૦થી વધુ બાળકો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ કેન્‍દ્ર પણ બેંગલોર સ્‍થિત ‘સંકલ્‍પ ઇન્‍ડિયા ફાઉન્‍ડેશન' અને અમદાવાદ સ્‍થિત ‘શ્રી જલારામ અભ્‍યુદય સદભાવના ટ્રસ્‍ટ'ના સંયુક્‍ત પ્રયાસોથી સ્‍થાપવામાં આવેલ. સમયાંતરે રાજકોટ શહેરના પ્રબુદ્ધ અને અગ્રણી નાગરિકોની લાગણી આ કાર્યમાં ભળી અને ‘સ્‍થાનિક રાજકોટના નાગરિકોની જ આવું કેન્‍દ્ર ચલાવવાની ફરજ છે' તેવા ઉમદા વિચાર સાથે એક ‘સદગુરુ લોકકલ્‍યાણ ફાઉન્‍ડેશન' નામની નવી ટ્રસ્‍ટ-કંપનીની સ્‍થાપના થઈ અને કરણપરા વિસ્‍તાર માં આવેલ ‘કેસરિયા લોહાણા વાડી'ના અમૂલ્‍ય સહકાર સાથે તે બિલ્‍ડિંગ ના બીજા અને ત્રીજા માળને સુંદર રીતે સજાવીને ‘થેલેસેમીયા કેન્‍દ્ર'ની શરૂઆત રાજકોટ સ્‍થિત ફિલ્‍ડ માર્શલ બ્‍લડ બેન્‍ક, લાઈફ બ્‍લડ સેન્‍ટર તેમ જ જીવનદીપ બ્‍લડ બેન્‍ક સાથે સહકાર સાધી ૧૦ મહિનાની અથાક મહેનત બાદ વર્ષ ૨૦૨૫ના જાન્‍યુઆરી માસથી શરૂ કરવામાં આવેલ છે અને તે રીતે યુનિવર્સિટી રોડ ઉપર ચાલતું આ થેલેસેમીયા કેન્‍દ્ર હવે કરણપરા માં સ્‍થાયી રીતે સેવારત છે. વિશ્વ થેલેસેમીયા દિવસ દર વર્ષની જેમ આવતી કાલે મે મહિના ની ૮ મી તારીખે જ્‍યારે સમગ્ર વિશ્વ માં ઉજવાશે ત્‍યારે રાજકોટ ના આ સુંદર કેન્‍દ્ર નું લોકાર્પણ અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા ના શુભ હસ્‍તે સેંકડો સમાજસેવી અગ્રણીઓ ની ઉપસ્‍થિતિમાં થવા જઈ રહેલ છે જે સાચા અર્થમાં આવી ઉજવણી ના શિરમોર શિખર તરીકે ઉભરી આવશે તેવી અખુટ શ્રદ્ધા એ કેન્‍દ્ર ના સંચાલક મંડળ ને છે.

 આ કેન્‍દ્ર માં પણ થેલેસેમીયા બાળકોના બ્‍લડ ટ્રાન્‍સ્‍ફયુઝન, ચા, દૂધ, નાસ્‍તો, ભોજન વિ. નાના બાળકો માટે ઘોડિયા, રમતગમત અને આનંદપ્રમોદ ની વ્‍યવસ્‍થા, તમામ જરૂરી મેડિકલ ટેસ્‍ટ, નિષ્‍ણાંત ડોક્‍ટરો દ્વારા વખતોવખત મેડિકલ ચેક અપ, બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટેના પરિક્ષણ નું માર્ગદર્શન અને બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટેની પૂરી સહાય સહિતની વિવિધ સવલતો ઉભી કરવામાં આવી રહી છે. આ તમામ પ્રવળતિ નિઃશુલ્‍ક ચાલી રહી છે અને થેલેસેમીયા બાળકોના વાલીઓ પાસેથી કોઈ જ ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી.

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં થેલેસેમીયા મેજર પીડિત બાળકોની સંખ્‍યા ઘણા મોટા પ્રમાણમાં છે. આવા સુંદર કેન્‍દ્રની શરૂઆત અને જગ્‍યા તેમ જ સવલતોનો વિસ્‍તાર વધુ ને વધુ બાળકો અને તેના વાલીઓને નજીકના ભવિષ્‍યમાં જ આકર્ષિત કરશે, તેમાં શંકા નથી. આ સંજોગોમાં સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓ, રક્‍તદાન ની પ્રવળત્તિ કરતી સમાજસેવી સંસ્‍થાઓ, રાજકોટના અગ્રણી નાગરિકો, સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓ, વ્‍યવસાયિકો, બહોળો ધંધો ધરાવતા બિઝનેસમેન, ઔદ્યોગિક એકમો બધાએ આગળ આવીને આ પ્રવળત્તિઓને અને લાભાર્થી તમામ બાળકોને જાણે દત્તક જ લીધા હોય તે રીતે સહયોગી બનવું પડશે અને તો જ થેલેસેમીયા ગ્રસ્‍ત બાળકોને એક નવું જીવન પૂરી પાડી શકાશે અને સાથે મળીને ભવિષ્‍યમાં થેલેસેમીયા મુક્‍ત ભારતના નારા માં સાદ પુરાવી શકાશે.

..તો ચાલો ‘વિશ્વ થેલેસેમીયા દિવસ'ને સાચા અર્થમાં થેલેસેમીયા બાળકોની સેવાના માધ્‍યમથી ઉજવીએ અને આ બાળકોની ચાલી રહેલી અવિરત સેવાના દિવડા માં આપણે તમામ નાગરિકો યથાશક્‍તિ ઈંધણ પૂરતા રહીએ.

થેલેસેમીયા મુક્‍ત ભારતના દૃઢ સંકલ્‍પ સાથે થેલેસેમીયા જાગળતિ લેખમાળા ને અહીં વિરામ આપીએ. અસ્‍તુ.

ભારતનો સંકલ્‍પ એ મારો સંકલ્‍પ મારા ગામ, શહેર, રાજ્‍ય અને દેશને ‘થેલેસેમીયા મુક્‍ત' બનાવવામાં હું મારો યથાયોગ્‍ય ફાળો આપીને જ રહીશ.(૩૮.૨)

(10:08 AM IST)