<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

રાજ્યના 63 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો :ખંભાતમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા તીવ્ર મેઘ ગર્જનાની ચેતવણી

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તથા તીવ્ર મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં કમો સમય વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખંભાત તાલુકામાં વરસ્યો છે.

આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે જેમાં ખંભાતમાં 2. 28 ઇંચ, બોરસદમાં 1.65, ગરુડેશ્વરમાં 1.46, સંખેડામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 14 તાલુકામાં 10 થી 24 મિ.મી. વરસાદ વરસ્યો છે.

(10:51 AM IST)