તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Wednesday, 7th May 2025
અમદાવાદમાં મધરાત પછી ધોધમાર વરસાદઃ અનેક જગ્યાએ ગોઠણસમા પાણી ભરાયાઃ નીચાણવાળા વિસ્તારો-અંડરબ્રીજો પાણીમાં ડૂબ્યા

અમદાવાદઃતા.૭: શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોડકદેવ, પકવાન ચાર રસ્તા, જજીસ બંગ્લોઝ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક ઙ્કસરી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.અમદાવાદમાં મધરાતથી ધોધમાર કમોસમી વરસાદ પડ્યો, સંખ્યાબંધ અન્ડરબ્રીજ પાણીમાં ડૂબ્યા, ચારે તરફ પાણી પાણી નજરે પડે છે, મકરબા અંડર બ્રિજ આખું ડૂબી ગયું.
સવારે આઠ વાગ્યા આસપાસ સંધ્યા જેવુ અંધારુ છવાયુ છે. જુહાપુરા, વેજલપુર, એસજી હાઇવે, પાલડી, વટવા, નારોલ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા..વષાાપુર, થલતેજ સહિત રખિયાલ, સરસપુર, બાપુનગર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક ઙ્કસરી છે.
વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા ઙ્કસરી છે. જ્યારે વરસાદથી કેરીના ઈજારેદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.અમદાવાદ શહેરના વાતાવરણમાં ગઈકાલે અચાનક પલટો આવ્યો હતો. કાળઝાળ ગરમીના દિવસોમાં મીની વાવાઝોડા જેવો માહોલ જામ્યો હતો.
શહેરમાં તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી, ત્યારબાદ વાતાવરમમાં અચાનક પલટો આવી ગયો હતો અને વરસાદ જેવો માહોલ સર્જાતા સાંજે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પબહાર જવાનું આયોજન કરનારા લોકોએ મોટેભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યુ હતું જો કે વાતાવરણમાં પલટાથી અમદાવાદીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી ઙ્કમાણે હજુ પણ આગામી બે દિવસ એટલે કે, ૭ અને ૮ તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાંપટા પડી શકે છે. એટલે હજુ બે દિવસ કમોસમી આફતની કઠણાઈ ખેડૂતોને સહન કરવી પડશે. તેવામાં આ વરસાદી આફત ખેડૂતોને કેટલી પાયમાલ કરે છે અને કયાં કેટલો વરસાદ પડે છે તે જોવું રહ્યું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
