તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 7th May 2025
આતંકીઓના ખાત્માને બિરદાવતા રાજનેતાઓ

રાજકોટ તા.૭: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના જુદા-જુદા વિભાગના નેતૃત્વમાં ભારતીય વિર જવાનોએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકટ કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવતા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓએ નરેન્દ્રભાઇ મોદી અને ભારતના વિર જવાનોને અભિનંદન પાઠવ્યા છે.
રામભાઇ મોકરીયા
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને ભારતીય જવાનોની કામગીરીને બિરદાવી છે. તેઓએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની આગેવાનીમાં સરકારે ચર્ચા વિચારણા કરીને વિર જવાનોએ બહાદુરી પૂર્વક બીજી વખત પાકિસ્તાનના ઘરમાં ઘુસીને હુમલો કર્યો છે. જેનાથી આતંકવાદીઓમાં ભય ફેલાયો છે.
શકિતસિંહ ગોહિલ
કોંગ્રેસના રાજયસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલએ જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં ભારતીય વિર જવાનોએ બહાદુરી બતાડી છે અને સરહદને પાર જઇને આંતકવાદીઓને ફુંકી માર્યા છે. રાષ્ટ્રના હિતમાં કોંગ્રેસ ગમે તે સમયે ભારત સરકારની સાથે જ છે.
હાર્દિક પટેલ
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરહદ ઉપર સતત ભારતની રક્ષા કરતા વિર જવાનોએ બહાદુરીનુ કામ કર્યું છે. ઓપરેશન સિંદુર આપીને મહિલાઓના સ્વાભિમાનને વધુ જાગૃત કર્યું છે. ૩૦ મીનીટમાં આતંકવાદીઓના અડ્ડાઓને ફુંકી મારીને સફાયો કર્યો છે. આ ઘટનાથી એ બાબત ચોક્કસ છે કે, ભારત સરકાર સામાન્ય નાગરિકની પણ રક્ષા કરે છે. માત્ર તેને આતંકવાદ સામે જ દુશ્મની છે.
ઇસુદાન ગઢવી
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇશુદાન ગઢવીએ જણાવ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદી પ્રવૃતિઓને પોષવાની કોશીશ કરી છે તો એ દિવસો દુર નથી જયારે પાકિસ્તાનના ફરી બે ભાગલા કરી દેવામાં આવશે. આજે ૧૪૦ કરોડ ભારતીયો ભારતીય સેનાના પરાક્રમની સાથે છે. ભારતીય સેનાની પાકિસ્તાનના આતંકી કેમ્પો ઉપર એરસ્ટ્રાઇક બદલ ભારતીય સેનાને લાખ લાખ અભિનંદન...
ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના વિસાવદર પેટાચુંટણી બેઠકના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે, પાકિસ્તાન હજુ પણ અટકશે નહિ તો ભારતીય સેના પાકિસ્તાનને વધુ સબક શિખવાડવા માટે પણ તૈયાર છે. ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકી ઠેકાણા ઉપર હુમલો કરીને પાકિસ્તાનને સુધરી જવાની ચિમકી આપી છે. ભારતીય સેનાના અદભુત પરાક્રમ માટે સેનાનો આભાર
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
