તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર

૯૦ દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે : ગાંધીનગર કમલમ ખાતે સંયુકત પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ : દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ન ખરીદોઃ ભારત વોકલ ફોર લોકલથી આત્મનિર્ભર બનશેઃ મેક ઈન ઈન્ડીયા - ડિજિટલ ઈન્ડીયાથી આપણે આયાતકારથી નિકાસકાર બન્યાઃ પટેલ-પાટિલ : મંત્રી મંડળના વિસ્તરણ અંગે બંનેનુ મૌન3:01 PM IST
૮૯૨ કરોડનું કૌંભાડઃ સુરતથી ૧૦ની ધરપકડ : ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબાર ક્રાઇમ સેલનો સપાટોઃ ૫૨૯ બેંક ખાતા, ૪૪૭ એટીએમ કાર્ડ, ૬૮૬ સીમકાર્ડ, ૧૬ પીઓએસ મશીન, ૬૦ મોબાઇલ, લેપટોપ, ૧૭QR કોડ જપ્ત :દેશવ્યાપી સીન્ડીકેટ હોવાનો ખુલાસોઃ દેશભરમાં ૧૫૪૯ સાયબર ફ્રોડ કેસ સાથે જોડાણઃ ગુજરાતના ૧૭.૭૫ કરોડના સાથે જોડાણઃ ગુજરાતના ૧૭.૭૫ કરોડના ૧૪૧ કેસોના સમાવેશઃ ઓનલાઇન ફાય-ફર્મના નામે લોકોને છેતરવામાં આવતાઃ ૪૮૨ બેંક ખાતાનો ઉપયોગ10:27 AM IST
પટણામાં ભાજપની મોટી બેઠક: અમિતભાઈ શાહે પાર્ટી કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિધાનસભા ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો: પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા અને તેમની સાથે ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરી12:53 AM IST
ED એ હૈદરાબાદ સહિત નવ સ્થળોએ દરોડા પાડ્યા: ગેરકાયદેસર સરોગસી રેકેટનો પર્દાફાશ કર્યો: અનેક યુગલોને નિશાન બનાવ્યા : ED ટીમે હૈદરાબાદ, વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા:વિદેશથી આવેલા એક દંપતી પણ છેતરપિંડીનો ભોગ બન્યા: DNA ટેસ્ટમાં સત્ય બહાર આવ્યા પછી બાળકને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરાયો હતો12:51 AM IST
કોમર્શિયલ ટ્રિબ્યુનલોમાં ૩.૫૬ લાખ કેસ પેન્ડિંગઃ ૨૪.૭૨ લાખ કરોડ ફસાયા : દેશના ૧૮ રાજ્યોમાં એક પણ DRT બેન્ચ નથી. દેશના ટેક્સ ટ્રિબ્યુનલ, જેમ કે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ અને કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં ૭૩,૦૦૦ થી વધુ કેસ પેન્ડિંગ ટ્રિબ્યુનલ સમક્ષ પેન્ડિંગ તમામ કેસોનું કુલ મૂલ્ય ૨૦૨૪-૨૫માં ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના આશરે ૭.૪૮ ટકા 11:20 AM IST
યુએઇના ઇતિહાસને કચકડે કંડારનાર ભારતીય શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુકલ : * મુંબઈ ભારતથી બોટ દ્વારા પાંચ દિવસની દુબઇ સુધી કઠિન મુસાફરી કરી. * રમેશભાઇએ જ્યારે તેનો પાસપોર્ટ બતાવ્યો ત્યારે અધિકારીએ ધ્યાન દોર્યું કે તેના પર ઈમિગ્રેશન સ્ટેમ્પ નથી, અને... * દુબઈ અને શારજાહના ફોટોગ્રાફ માટે વધુ કમિશન મળ્યું અને રમેશભાઇ શુક્લએ તેના પરિવાર - પત્ની તરુબેન અને ચાર વર્ષના પુત્ર નીલને સાથે દુબઇ લઈ જવાનું નક્કી કર્યું. * તે દિવસોમાં લગભગ ૧૦૦ ફોટો શૂટ કરતા, પછી રાત્રે તેને મેન્યુઅલી ડેવલપ કરીને પ્રિન્ટ કરતા. * ૧૯૬૮નું વર્ષ આ લેન્સમેન માટે એક જીવનનો વળાંક હતો. ઉંટની રેસ જોવા આવેલા શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહ્યાન (યુએઈના પૂર્વ રાષ્ટ્રપતિ) અને શેખ રશીદ બિન સઈદ અલ મક્તૂમ (યુએઈના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ) જમીન પર બેસીને રેસનો આનંદ માણી રહ્યા હતા. રમેશભાઇએ તક ઝડપીને જુદા જુદા ખૂણાથી તેમનો ફોટોગ્રાફ લીધા અને નસીબ ખુલી ગયું. * દુબઇમાં ૨ ડિસેમ્બર, ૧૯૭૧ ના રોજ યુનિયન કરાર પર હસ્તાક્ષર થયા તે ક્ષણનો ફોટોગ્રાફ રમેશભાઇએ લીધો તે આજે ‘ધ સ્પિરિટ ઓફ ધ યુનિયન' કહેવામાં આવે છે અને યુએઈનું પ્રતીક છે. આજે, તે દેશભરમાં ગર્વથી પ્રદર્શિત થાય છે અને ૫૦ AeD બેંકનોટ પર પણ દર્શાવવામાં આવે છે. 12:07 PM IST
ઇઝરાયલને ૨૦૨૬ વર્લ્ડ કપમાંથી હાંકી કાઢવા તખ્તો તૈયાર : આવા કોઈપણ પ્રયાસોને ભરી પીવા ટ્રમ્પ મેદાનમાં ઉતર્યા; આગામી અઠવાડિયે ઇઝરાયલને યુરોપીયન સ્પર્ધાઓમાંથી સસ્પેન્ડ કરવા પર મતદાન થઈ શકે છે, અને તેમાં મોટા ભાગના સભ્યો ઇઝરાયેલ ઉપર પ્રતિબંધ લાદવાના પક્ષમાં છે અમેરિકન વહીવટી તંત્રે ફિફાને ચેતવણી આપી, ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી બહાર કરવા પર હસ્તક્ષેપ કરશે 8:39 AM IST
હેવાનિયતની હદ વટાવી ! કબરમાંથી મહિલાઓના મૃતદેહને બહાર કાઢીને બળાત્કાર : રાક્ષસને પણ શરમાવે તેવો ‘માનવ'....કબરો ખોદીને મહિલાઓના મળતદેહો સાથે બળાત્કાર કરવાનો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો : ખંડવાના કબ્રસ્તાનમાં બે દિવસ પહેલા દફનાવવામાં આવેલી મહિલાઓની કબરો ખુલ્લી મળી આવી હતી, જેનાથી તેમના પરિવારજનો ચોંકી ગયા હતાઃ જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ૫૦ વર્ષીય આયુબ ખાનની ધરપકડ કરી હતી4:00 PM IST
ચૂંટાયેલી સરકારોની અવગણના કરનારા રાજ્યપાલોને હટાવવા એક મિકેનિઝમ બને : ચૂંટાયેલી સરકારોના કામકાજમાં બિનજરૂરી રીતે દખલ કરનારા રાજ્યપાલો સામે કાર્યવાહી કરવી જોઈએઃ જસ્ટિસ નરીમન તમે તમારા પોતાના પક્ષના નેતાની નિમણૂક કરી શકતા નથી, એક સ્વસ્થ મિસાલ સ્થાપિત કરો જેથી આવી વ્યક્તિની નિમણૂક ન થાય3:18 PM IST
જીએસટી ઘટાડા પછીના નવા ભાવના વેચાણના બિલ ને પ્રોડક્ટ્સના ભાવ મોકલી આપવા સીબીઆઇસીનો આદેશ : સીબીઆઇસીને ૨૮મી સપ્ટેમ્બર પહેલા વિગતો પહોંચતી કરવા અધિકારીઓને આદેશ પ્રોડક્ટ્સના નવા અને જૂના ભાવના ડેટા આપવા પડશેઃ બ્રાન્ડ-પ્રોડક્ટ્સના નામ, કદ, વજન અને નવી કિંમત સાથે બિલની વિગતો મોકલવી પડશે10:52 AM IST
યુએનમાં ઇઝરાયેલનો અવાજ: નેતન્યાહુએ પેલેસ્ટાઇનને માન્યતા આપનારાઓને આડે હાથ લીધા, કહ્યું - 'હું ઇઝરાયેલ, IDF અને દેશનું સત્ય રજૂ કરીશ' : "હું એવા નેતાઓની નિંદા કરીશ જે હત્યારાઓ, બળાત્કારીઓ અને બાળકોને બાળી નાખનારાઓની નિંદા કરવાને બદલે, ઇઝરાયેલી જમીનના હૃદયમાં રાજ્ય આપવા માંગે છે. આવું થશે નહીં."10:24 PM IST
ચૂંટણીના ચાણક્ય: ધર્મેન્દ્ર પ્રધાનને બિહારની કમાન, શું તેઓ બિહારમાં ભાજપની જીત સુનિશ્ચિત કરશે?: પ્રધાન અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે વ્યક્તિગત પણ સારા સંબંધો : ધર્મેન્દ્ર પ્રધાન એક એવા વ્યૂહરચનાકાર છે જેઓ પબ્લિક સ્ટેજ કરતાં બેકગ્રાઉન્ડમાં વધુ કામ કરે છે. તેમના નેતૃત્વ હેઠળ ભાજપે અનેક રાજ્યોમાં શાનદાર સફળતા મેળવી છે10:25 PM IST
નવરાત્રી 2025: મા નૈના દેવીના દર્શન પહેલા આ નિયમો જાણો! સુરક્ષાના કારણોસર મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય!: નારિયેળ મુખ્ય દરવાજા પર જ જમા કરી લેવામાં આવશે : એવું માનવામાં આવે છે કે આ તે જ સ્થાન છે જ્યાં માતા સતીની આંખો (નયન) પડી હતી, તેથી આ સ્થાનનું નામ નૈના દેવી પડ્યું. તે 51 શક્તિપીઠોમાંથી એક છે.10:28 PM IST
લદ્દાખની આગ, આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો આરોપ: શમા મોહમ્મદે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા, કહ્યું - 'લોકો રાજ્યનો દરજ્જો માંગે છે': "આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નહીં, સ્થાનિક માંગ છે!": મણિપુરમાં હિંસા ચાલુ જ છે : શમા મોહમ્મદે કહ્યું કે, "જ્યારે પણ ભાજપ પાસે કોઈ સમસ્યાનો જવાબ નથી હોતો, ત્યારે તેઓ કોંગ્રેસ પર દોષારોપણ કરે છે. આવા આરોપો ખોટા છે."10:29 PM IST
લદ્દાખ હિંસા: કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું - 'સત્તાના નશામાં ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે!': ડાબેરી પક્ષોએ પણ કર્યા પ્રહાર : "લદ્દાખમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે. સાચા દેશભક્તે લદ્દાખના લોકોને ટેકો આપવો જોઈએ. અંગ્રેજોથી આઝાદી એટલા માટે નહોતી મેળવી કે લોકો ભાજપના ગુલામ બની જાય."10:31 PM IST
શું સોનાનો ભાવ ઘટશે? ₹1.13 લાખ પાર કર્યા બાદ નિષ્ણાતોની ચેતવણી: 'ફૂટી શકે છે પરપોટો, 40% નો ઘટાડો શક્ય!': સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹2 લાખ સુધી પણ પહોંચી શકે : સોના પર હજુ પણ પહેલાની જેમ 3% GST (1.5% CGST અને 1.5% SGST) અને મેકિંગ ચાર્જ પર 5% GST લાગશે. આથી, ગ્રાહકોને GST ઘટાડાથી કોઈ રાહત નહીં મળે.10:33 PM IST
જો ભાજપ સરકાર લદ્દાખ સાથે આ રીતે વર્તન કરશે તો ભવિષ્યમાં ગંભીર ખતરો ઉભો થઈ શકે: મહેબુબા મુફ્તી : મહેબૂબા મુફ્તીએ કહ્યું, "લદ્દાખ કેમ સળગી રહ્યું છે? કારણ કે કેન્દ્ર સરકારની નીતિ ખોટી છે. આ 2019 પછી શરૂ થયેલી ઘટનાનું પરિણામ છે. લદ્દાખ એક સરહદી રાજ્ય છે. ચીને 5,000 ચોરસ મીટરથી વધુ જમીન પર કબજો કરી લીધો છે.9:28 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાવલસાડમાં ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન ૧૨મી વાર્ષિક ‘ચિંતન શિબિર'યોજાશે : વલસાડ જિલ્લામાં ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે ચિંતન શિબિરઃ રાજ્યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ આ ‘શિબિર'માં ભાગ લેશે જ્યાં ભવિષ્યના વિકાસ અને શાસનની સરળતા માટે આયોજન કરવામાં આવશે ; શિબિરના સહભાગીઓ ૧૩ નવેમ્બરના રોજ વંદે ભારત ટ્રેન દ્વારા જૂથોમાં વલસાડ જશે અને શિબિર પૂર્ણ થયા પછી ટ્રેન દ્વારા અમદાવાદ પાછા ફરશે 11:21 AM IST
બાઇક ડિવાઇડરમાં અથડાતાં ગરબી જોવા નીકળેલા ૧૮ અને ૨૦ વર્ષના મિત્રો મિહીર-મોહિતના મોત : કોઠારીયા રોડ નંદા હોલ નજીક મોડી રાતે જીવલેણ અકસ્માતઃ બે પરિવારે કંધોતર ગુમાવ્યા : મિહીર બાઇક હંકારતો હતો અને મોહિત પાછળ બેઠો હતોઃ મિહીર માતા-પિતાનો એકનો એક દિકરો હતોઃ મોહિત બે બહેનનો એક જ ભાઇ હતોઃ બંને આજુ-બાજુમાં રહેતાં હતાં: ગોસાઇ અને ટાંક પરિવારમાં કાળો કલ્પાંત3:03 PM IST
રૈયા રોડના શીવ ફેશનવાળા પિયુષ લીંબાસીયાને પુર્વ પત્નિ ચાંદનીની ચઢામણીથી તેના પરિચીત દિવ્યેશની સતત ધમકીઓ : પત્નિ ચાંદની ઘરમાં પતિ અને સાસુને હેરાન કરતી હોઇ તેમજ અન્ય પુરૂષ સાથે સંબંધ હોઇ પતિએ છુટાછેડા આપી દીધા હતાં: બે બાળકોની કસ્ટડી કોર્ટએ પતિને સોંપી હતી : ફોન કરી દિવ્યેશ લોકેશન માંગે છે, ઘરે આવી વેપારીના વૃધ્ધ માતાને પણ ધમકાવે છેઃ બાળકો જ્યાં ટયુશનમાં જાય છે ત્યાં શિક્ષીકાને પણ બાળકો અને તેના પિતા વિશે પુછે છેઃ ગાંધીગ્રામ પોલીસે ચાંદની ગોંડલીયા, દિવ્યેશ સાવલીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો2:06 PM IST
દિવાળી-૨૦૨૫ એક્સ્ટ્રા સંચાલન3:54 PM IST
બીજા નોરતે બાળ ખેલૈયાઓની રમઝટ1:50 PM IST
બી.ટી. સવાણી કીડની હોસ્પીટલમાં રોબોટીક સર્જીકલ ટેકનોલોજીનો શુભારંભ : કીડનીના રોગ દર્દીઓ માટે આર્શિવાદરૂપ હોસ્પીટલનું નવુ સાહસ ; તા.૨૮ના રવીવારે ઉદઘાટનઃ રોબોટીક સર્જરી દ્વારા જટીલ યુરોલોજીકલ - કીડનીના ઓપરેશનમાં વધુ સચોટતા અને ઝડપી રીકવરી શકય બનશેઃ શરીરમાં મોટા કાપાને બદલે નાના છીદ્રો દ્વારા ઓપરેશન સફળ થઇ શકશે3:53 PM IST
રાજકોટમાં નોકરીના બીજા જ દિવસથી જૂનાગઢના સ્મીત વ્યાસે ચોરી ચાલુ કરીઃ ૭.૧૬ લાખના ૯ લેપટોપ ચોર્યા : ભક્તિનગર સ્ટેશન રોડ પર કાઇઝન સિસ્મટ સોલ્યુશનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલ્યો : ડીસીપી રાકેશ દેસાઇની રાબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કામગીરીઃ ખાલી બેગ લઇ નોકરીએ આવતો અને સાંજે છુટતી વખતે ચોરી કરતો જતો હતોઃ સાત જેટલા લેપટોપ ૩૦-૩૦ હજારમાં વેંચી નાંખ્યા હતાં: એક લેપટોપ વેંચવા શાષાીમેદાન પાસે આવતાં ઝડપાઇ ગયો2:03 PM IST
પૂરવઠાનો ફતવોઃ ઓકટોબર માટે તમામ જણસીના નાણાં ર૯ સપ્ટેમ્બર સુધીમાં ફરજીયાત ભરી દેવાનાઃ તુવેરદાળમાં પ૦ ટકા કાપ : ખાંડ-મીઠુ- ચણાની ૧૦૦ ટકા ફાળવણીઃ દિવાળીના તહેવારો લઇને સીંગતેલ આપવાની પણ જાહેરાત અનેક મહત્વના આદેશ પોર્ટેબિલીટી પરમીટ-રેગ્યુલર પરમીટની સાથે એક જ વાર જનરેટ થઇ શકશેઃ દુકાનદારોને ન જોઇતુ હોય તો કેન્દ્રનું અનાજ- પ ટકા ફરજીયાત લેવાનું3:46 PM IST
સોખડાના પરણેલા ઢગા વિશાલે સગીરાને ફસાવી દેહ પીંખ્યોઃ પછી કહ્યું-તારા માટે થઇ મારુ ઘર થોડુ ભાંગું : હું કુંવારો છું, તારા સમ ખાઇને કહું છું તારી સાથે જ પરણીશઃ ઇન્સ્ટાગ્રામ થકી સગીરાને તે પરણેલો હોવાની ખબર પડતાં કહ્યું-હું મારી પત્નિને પ્રેમ નથી કરતો, એ રીસામણે છે અને છુટાછેડા દેવા છે દિકરીની જિંદગી બગાડનારા શખ્સ વિરૂધ્ધ માતાની બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ1:21 PM IST
ભાવનગરમાં ૮ાા લાખનો દારૂ ઝડપાયોઃ આરોપી ફરાર11:21 AM IST
સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર-૨૦૨૫ના આયોજનની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની હાજરીમાં બેઠક :આશરે ૧,૧૬,૦૦૦ જેટલા યુવા ખેલાડીઓ ભાગ લેશે : ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફીટ ઇન્ડિયા ચળવળ અને સશક્તિકરણ અંગેની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫, યુવાનોને રમતગમત ક્ષેત્રે નવી દિશા અને તકો પૂરી પાડશે અને સ્વસ્થ, મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે : નિમુબેન બાંભણિયા -રામભાઈ મોકરીયા9:29 PM IST
છેલ્લા કેટલાક દિવસોથી આવતા ભુકંપ અંગે સિસ્મોલોજી ગાંધીનગરની ટીમ દ્વારા ભાણવડમાં સર્વે : જમીન સ્તર થી માત્ર અંદાજીત બે થી ત્રણ કિલોમીટર અંદર હલનચલન થતું હોય જેની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનકારક નથી, લોકોને ગભરાવવાની જરૂર નથી, પણ સાવચેત રહેવા સિસ્મોલોજી ટીમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા અનુરોધ3:24 PM IST
ધોરાજીમાં ર૪ વર્ષથી ૧૪પ૦ બાળકો દ્વારા રાસ-ગરબાની રમઝટ : બજરંગ ગ્રુપ (ખાડિયા) આયોજીત ભુલકા ગરબી-ર૦રપ નો ર૪ માં વર્ષમાં પ્રવેશ : ડિસ્કો ડાંડીયાના ક્રેઝમાં માત્ર માતાજીની આરાધના કરતી હોય અને નાના ભૂલકાઓ ગરબી રમતા હોય તો આવી ગરબી ધન્યાવાદને પાત્ર : નાના ભુલકાની સુરક્ષા માટે ગરબીમાં સીસીટીવી કેમેરા તેમજ સ્ટાન્ડર્ડ કંપનીની ભેટ આપવામાં આવે છે 12:22 PM IST
જામનગર આઇટીઆરએ દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણીઃ ૭ હજાર લોકો જોડાયા : આયુર્વેદ લોકો માટે, પળથ્વીના કલ્યાણાર્થે આઇ.ટી.આર.એ. દ્વારા મનુષ્યથી લઇ પ્રાણીઓ સુધી, સંશોધનથી લઇ ટેક્રનોલોજી સુધીની બાબતોમાં આયુર્વેદ થકી સર્વાંગી વિકાસના ધ્યેય માટે સંસ્થા કાર્યમાનઃ કુલ ૩૪ વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્વાસ્થ્ય તપાસ, નિદાન-સારવાર, જન જાગળતિ, પરિસંવાદ, સ્પર્ધાઓ, યોગાભ્યાસ, સ્થળ મુલાકાત-પરિચય, કેમ્પ અને જાહેર કાર્યક્રમના માધ્યમથી કમગીરીની હારમાળાઃ આયુર્વેદના ક્ષેત્રમાં ટેકનોલોજીના સહારે નૂતન આધુનિક યુગના પગરવ તથા આયુર્વેદ અને વેટરનરી (પશુ ચિકિત્સા) સાયન્સ અભિનવ સંગમથી આયુર્વેદ લોકો માટે તથા પૃથ્વીના કલ્યાણ માટે બન્યું સરળ12:27 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































