News of Wednesday, 7th May 2025
અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ અને વલસાડ જિલ્લામાં ભારેથી અત્યંત ભારે : ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, બોટાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા તારીખ 12 મે સુધી જુદા જુદા જીલ્લામાંમાં હળવા ભારે વરસાદની આગાહી : આજે પણ અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર કમોસમી વરસાદ

અમદાવાદ તા.૭ :ગુજરાતમાં બે દિવસથી મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ અને વલસાડ જિલ્લામાં ભારેથી અત્યંત ભારે અને ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, બોટાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, આજે 7 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ અને વલસાડમાં તીવ્ર મેઘ ગર્જના સાથે ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, બોટાદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં તીવ્ર મેઘ ગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના થઇ શકે છે.
8 મે 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં મધ્યમ મેઘ ગર્જનાની શક્યતા છે.
9થી 12 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ 9થી 11 મે દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની ચેતાવણી આપવામાં આવી છે.
13 મેના રોજ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
