<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સિલીકોન વેલીમાં ગુજરાતી ડાયસ્પોરાનું સેમેકન્ડક્ટર, AI ટેક્નોલોજી અને ઈનોવેશનના ઈમર્જીંગ સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન અભિનંદન પાત્ર : આ વૈશ્વિક પ્રતિભાઓને ગુજરાત સ્થિત ઉદ્યોગ સાથે જોડીને ટેક્નોલોજી સહયોગ વધુ સંગીન બનાવવાની નેમ : સેમીકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યુ એજ સેક્ટર્સમાં નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત ગ્લોબલ હબ બનીને વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી સમુદાયો સાથે બેઠક અને સંવાદથી પ્રવાસનો પ્રારંભ કર્યો : રાજ્યના સર્વગ્રાહિ વિકાસ વિષે જાણવામાં ગુજરાતી સમુદાયોની ઉત્સુક્તાં : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે3:09 PM IST

અમરેલીમાં ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે વૃક્ષારોપણ : અમરેલીના સાવરકુંડલા રોડ સ્‍થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્‍ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતાં મુખ્‍યમંત્રીઃ ડિસ્‍ટ્રીક્‍ટ મિનરલ ફાઉન્‍ડેશન યોજના અન્‍વયે રૂ. ૪ કરોડના ખર્ચે ‘ગ્રીન અમરેલી, ક્‍લિન અમરેલી'ની નેમ સાકાર થશે પ્રસ્‍તાવિત ઓક્‍સિજન પાર્ક સહિત વિવિધ મુખ્‍ય માર્ગો પર ૧૩ હજાર જેટલા વૃક્ષોના વાવેતર થકી ‘હરિયાળા શહેર'નો સંકલ્‍પ સિદ્ધ થશેઃ જિલ્લા પ્રભારી અને કેબિનેટ કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્‍થિતિ11:17 AM IST

તળાવમાં ડૂબતા મોતને ભેટેલા ચારેયની એકસાથે દફનવિધીઃ સોહિલની બે મહિના પછી શાદી હતી : રાજકોટ ખોડીયારપરાના અને રોણકીના અભેસોરા તથા સોરા પરિવારોમાં માતમ : ૬ વર્ષનો સેફાન ડૂબવા લાગતાં જેનો જન્‍મદિન હતો તે ૧૧ વર્ષનો સોહાન અને કુટુંબી બહેન ૯ વર્ષની અલીફાને બચાવવા જતાં તે પણ ડુબ્‍યાઃ ત્રણેય ભત્રીજા-ભત્રીજીને બચાવવા જતાં કાકા ૨૦ વર્ષિય સોહિલ પણ ડૂબી ગયોઃ સોહિલનો ભાઇ રિયાઝ પણ કુદ્યો હતો, તેનો ચમત્‍કારીક બચાવ : ગોંડલ રોડ ખોડીયારનગરમાં રહેતાં સોહાનનો બર્થડે હોઇ રોણકી કુટુંબી કાકા સોહીલને વાત કરતાં તે રાજકોટ આવી રિક્ષામારફત સોહાન, સેફાન અને બંનેના માતાને રોણકી લઇ ગયોઃ ત્‍યાંથી બધા બેડી નજીક દરગાહે સલામ ભરવા ગયા હતાં: નજીકના તળાવમાં દુર્ઘટના બની2:29 PM IST

 ૧૪ વર્ષ પહેલાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યોઃ ત્રિપુટી ઝડપાઇ : જુઓ વિડિયો : સિવિલ હોસ્‍પિટલ ચોક ઠાકર હોટેલ પાછળ ૨૦૧૨માં લાતી પ્‍લોટના વ્‍હોરા વેપારીની આંખમાં મરચું છાંટી ૧૨ લાખની રોકડ લૂંટી લેવાઇ હતી : જે તે વખતે સુત્રધાર અબઝલ ઉર્ફે સદામને ભાગબટાઇ વખતે ૨.૫૦ લાખ વધુ લીધા હતાં: તે મામલે ત્રણેય વચ્‍ચે પોપટપરા વેરહાઉસ પાસે માથાકુટ થતી હતી ત્‍યારે જ બાતમી મળતાં ટીમ ત્રાટકીઃ અબઝલ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ અને ઇકબાલ શેખની ધરપકડઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર તથા સી. એચ. જાદવની ટીમની કામગીરી : ૧૨ લાખની લૂંટ કર્યા પછી પોપટપરા નાલા પાસે પણ એક લૂંટ કરી હતીઃ અગાઉ પણ ત્રણેય આરોપીઓની જુદા જુદા ગુનામાં સંડોવણી : કનકસિંહ સોલંકી, રાજેશભાઇ ચાવડા, ધર્મરાજસિંહ રાણાની બાતમી પરથી પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમે ગુનો ઉકેલ્‍યો3:32 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST