News of Wednesday, 7th May 2025
મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યભરની મોકડ્રિલનું SEOC ખાતેથી વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું

ગાંધીનગર: ભારત સરકારની સૂચનાને પગલે ગુજરાત રાજ્યમાં આજે યોજાઈ રહેલી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું મુખ્ય સચિવ પંકજ જોષીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતેથી વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાજ્યભરમાં ચાલી રહેલી આ મોકડ્રિલની સમીક્ષા કરી અને વિવિધ જિલ્લાઓમાં થઈ રહેલી કામગીરીની માહિતી મેળવી હતી.
આ નિરીક્ષણ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, સિવિલ ડિફેન્સના ડિરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવે મોકડ્રિલના આયોજન અને અમલીકરણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને તમામ વિભાગોના સંકલનની પ્રશંસા કરી હતી.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
