<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમાં 600 રૂપિયા બોલાયો: જાણો કયા માર્કેટ યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 763.93 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 763.93 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 480 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભીલોડામાં 600 રૂ., રાધનપુરમાં 581 રૂ., ખેડબ્રહ્મામાં 580 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 576 રૂ. અને નીચો ભાવ 416 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 763.93 ટન ઘઉંની આવક થઇ છે.

(8:51 PM IST)