<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

એર સ્ટ્રાઇકના પગલે ગુજરાતમાં આંતરિક સુરક્ષા મજબૂત : પોલીસ અધિકારીઓ અને સ્ટાફની તમામ રજાઓ રદ કરતા રાજ્ય પોલીસ વડા સહાય

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાની કાર્યવાહી : રાજ્યમાં તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર

ગાંધીનગર: કાશ્મીર ખીણમાં થયેલી આતંકવાદી ઘટનાઓના પગલે ભારતીય સેના દ્વારા ગત રાત્રે આતંકવાદીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ રાજ્યની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને તેઓને ફરજ પર પરત બોલાવી લેવામાં આવ્યા છે.
રાજ્યના અનુભવી મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એર સ્ટ્રાઇકની ઘટના બાદ તુરંત જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને સમગ્ર પોલીસ તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. આ નિર્ણયનો હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય તે છે. પોલીસ તંત્રને સતર્ક રહેવા અને પોતાના સંબંધિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

 

(9:04 PM IST)