News of Wednesday, 7th May 2025
ઓપરેશન સિંદૂર વચ્ચે મોડાસા કચેરીને ઉડાવી દેવાની ધમકી
સાયબર ક્રાઈમ કરશે કાર્યવાહીઃક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે

મોડાસા : ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટના બાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરને શંકાસ્પદ મેઇલ મળ્યો છે અને જેમાં મોડાસા કચેરીને ઉડાવી દેવાની ધમકી ખુલ્લી ધમકી આપવામાં આવી છે.
ત્યાર બાદ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ કચેરીઓ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી છે. ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. શંકાસ્પદ મેઇલ અંગે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે.
મોડાસા ખાતે આવેલી કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા તપાસનો દોર શરૃ થઈ ગયો છે. કલેક્ટર,પ્રાંત અને મામલતદાર કચેરી ખાલી કરાઈ છે.
તમામ કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
શંકાસ્પદ મેઈલ અને ઓપરેશન અભ્યાસ અંગે મોકડ્રીલ પણ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ક્વીક રોસ્પોન્સ ટીમે તપાસ કરી છે. જિલ્લા એલસીબી પોલીસ, એસઓજી, મોડાસા ટાઉન પોલીસે પણ સર્ચ કર્યું છે. સાથે જ શંકાસ્પદ મેઇલ અંગે સાયબર ક્રાઈમ કાર્યવાહી કરશે.
તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૃ કર્યું છે અને પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતીય સેનાએ જડબાતોડ જબાવ આપ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સાઇબર ક્રાઇમ દોડતી થઈ હતી.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
