<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

નર્મદા જિલ્લામાં રાજપીપલા, નર્મદા ડેમ અને SOU ખાતે એક સાથે ત્રણ જગ્યાઓ પર યોજાઈ મોકડ્રિલ

રાજપીપળા ખાતે સૂર્ય પ્લાઝા કોમ્પલેક્ષમાં આગની ઘટનામાં પાલિકા અને પોલીસે સફળ મોકડ્રિલ કર્યું: એએસપી લોકેશ યાદવ, ડીવાયએસપી પી.આર.પટેલ અને ટાઉન પીઆઈ વી.કે. ગઢવીએ હાજર સૌને વિગતવાર માહિતી આપી હતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલ આંતકી હુમલામાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારનાર આતંકીઓને સબક શીખવાડવા આવા અને રાષ્ટ્રીય આતંકીઓના સંઘઠનને આશરો આપનાર પાકિસ્તાન પર ભારતે મિશન સિંદૂર નામે સ્ટ્રાઇક કરી છે ત્યારે યુદ્ધ આગળ વધે અને 125 કરોડ દેશ વાસીઓની સુરક્ષા માટે યુદ્ધ થાય તો કેવી કાળજી રાખવાની કેવા સાયરન વાગે ત્યારે કેવી તકેદારી રાખવાની જેની માહિતી આપવા માટે દેશના તમામ જિલ્લા તાલુકા મથકો અને મહત્વના મથકો પર  મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં  રાજપીપળા શહેર ખાતે રાજપીપળા નગરપાલિકા દ્વારા સૂર્યાપ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે, SOU સત્તા મંડળ દ્વારા SOU પરિસર માં અને નર્મદા બટાલિયન SRP ગ્રુપ અને નર્મદા નિગમ દ્વારા નર્મદા ડેમ પર  મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યાપ્લાઝા કોમ્પ્લેક્સ કરાયેલા આગના મોકડ્રિલમાં મુખ્ય માર્ગ પર બેરિકેટ મૂકી રસ્તો બંધ કરાયો હતો માર્ગ ઉપર ટાઉન પીઆઈ વી.કે.ગઢવી સહિત પોલીસ કાફલો તૈનાત રહી લોકો ની અવર જવર પર કાબુ રાખ્યો હતો.

    રાજપીપળા નગરપાલિકા દ્વારા સૂર્યાપ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે આગ લાગતા આખો કોમ્પ્લેક્સ ખાલી કરાવ્યો હતો અને અંદર ફસાયેલ અનેક લોકોને હેમ ખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મોકડ્રિલમાં ASP લોકેશ યાદવ, ડીવાયએસપી.પી.આર પટેલ પી.એસ.આઈ વી.કે.ગઢવી, પાલિકા ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સૂર્ય પ્લાઝા માં રાખેલા મોકડ્રીલ માં કોમ્પલેક્ષ ની દુકાનો માંથી બધા ને નીચે ઉતર્યા હતા અને મુખ્ય માર્ગ પર બેરિકેટ મૂકી રસ્તો બંધ કરી આગ ઉપર કાબુ મેળવાયો હોવાનું સફળ મોકડ્રિલ કરાયું હતું. ત્યારબાદ એએસપી લોકેશ યાદવ, ડીવાયએસપી પી.આર.પટેલ અને ટાઉન પીઆઈ વી.કે. ગઢવી એ ત્યાં હાજર સૌને આ બાબતની વિગતવાર માહિતી આપી હતી. આમ એક સફળ મોકડ્રિલ પાર પડાયું હતું.

(10:13 PM IST)