<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ખેડુતોના ૧૧ પ્રશ્નો ઉકેલવા ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ 'આપ' ના હોેદેદારોની રજુઆત : ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી : પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના ૧૧ મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ : ગુજરાતના ખેડૂતોની ૧૧ માંગણીઓ સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં AAPના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીૅં ગોપાલ ઇટાલીયા સમગ્ર ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ આશાની નજરે જોઈ રહ્યા છે : પંજાબની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોને, ભાગિયાઓને અને ખેતમજૂરોને વળતર ચૂકવે : આશા છે કે મુખ્યમંત્રી ખેડૂતોના ૧૧ મુદ્દા પર વહેલી તકે નિર્ણયો લઈને ખેતી અને ખેડૂતો માટે કંઈક સારું કરશેઃ કડદા પ્રથાથી લઈને બીજા અનેક મુદ્દે AAPએ સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરીઃ ગોપાલ ઇટાલીયા11:35 AM IST

બે માસમાં ત્રણ ખૂંખાર અપરાધીઓને પગમાં ગોળી 'યે તો સિર્ફ ઝાંખી હૈ' : એન્કાઉન્ટરને કારણે પોલીસ અધિકારીઓ, સ્ટાફને જેલમાં જવું પડતા પોલીસનું ભાંગેલ મનોબળ અને લુખ્ખાઓની હિંમત ડોન બનવા સુધી પહોચતા હર્ષભાઈ સંઘવીએ પોલીસની અસલી તાકાત બતાવવા આહવાન કરતા, પોલીસ માટે તો દોડવું હતું અને ઢાંળ મળવા જવું થયું: પોલીસ પર હુમલાનો જવાબ આખી જિંદગી યાદ રહે તે રીતે આપવાનો સિલસિલો શરૃ : ધાર્મિક તહેવારોમાં ગડબડ કરી લોકોનો લાગણી દુભાવનારની આગવી ઢબે સરભરા વડોદરા, સુરત પોલીસે કરી મેસેજ આપવાની કોશિશ કરી પણ ચોક્કસ રીઢા તત્વોએ હળવાશથી વાત લીધી : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના માર્ગદર્શનમાં અને ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા ટીમ, રાજદીપસિંહ નકુમ ટીમ અને આલોક કુમારની ટીમ દ્વાર પોલીસ પર હુમલો થતા ગોળીઓ છૂટશે તેવું આડકતરું કહી દેવાયું છે : જસદણ પંથકમાં બાળકી ઉપર દુષ્કર્મ સાથે રાક્ષસી કૃત્ય કરનારને આગવી ઢબે સરભરા કરવા કાળઝાળ બનેલ રેન્જ વડા અશોક કુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે આદેશ આપી દીધેલઃ એમાં પોલીસ પર હુમલો કરવાની ભૂલ ભારે પડી, બે ગોળીઓ પગમા મારી અને ત્રીજી ગોળી છુટે તે પહેલા આરોપીને મોત દેખાઈ ગયેલ : વડોદરા અને રાજકોટમાં વિવિધ ગેંગો વિરુદ્ધ આજે સુધી ભાગ્યેજ થયેલ હોય તેવા આકરા પગલા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને સીપી બ્રજેશ ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, sog Pi એસ.એમ. જાડેજા ટીમે લેવડાવતા લોકોમાં રાહતની લાગણી જન્મી હતી11:29 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST