<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા માં કમોસમી વરસાદમાં બાજરો, કેળ, કપાસના પાકને મોટું નુકશાન

તિલકવાડા માં છેલ્લા 24 કલાક માં 6 મિમી વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાઈ જતા પાકને નુકશાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં સોમવારે અને મંગળવાર રાત છે બુધવારે સવારે જોરદાર વરસાદ પડતા જિલ્લામાં પાક ને મોટું નુકશાન થયું છે જેમાં તિલકવાડા તાલુકામાં 6 મિમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં પાકને લઈ ચિંતા પેઠી છે

  પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 05/05/2025 ના રોજ નર્મદા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો મારતા ભારે પવન સાથે કમોસમી વરસાદથી નાંદોદ તાલુકાના ધાનપોર , ધમણાચા સહિતના ગામોમાં કેળ, કેરી દિવેલા સહિતના અન્ય ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. કેળાની ઊભી લુમો ભારે પવન ના કારણે જમીન પર સૂઈ ગયેલી જોવા મળી હતી જેમાં ખેડૂતોને મોટું નુકશાન થયા ની વાત જાણવા મળી છે
   ત્યારે બીજી બાજુ આ જોરદાર વાવાઝોડામાં ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, ઝરવાણી સહિતના ગામોના 15 જેવા કાચા મકાનોના છાપરા ઉડવાની ઘટના પણ બની હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે રાતથી બુધવારે સવાર સુધી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળ્યું હતું જેમાં ખાસ કરીને તિલકવાડા તાલુકામાં 6 મિમી વરસાદ પડતા ખેતરો માં પાણી ફરી વળતા ખેડૂતો ના બાજરો, કેળ, કપાસ ના પાક ને મોટું નુકશાન થયું છે. આમ જિલ્લા અનેક ગામોમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેતીને ભારે નુકશાન થતા ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યા હતા

(10:29 PM IST)