<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

કેવડિયા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈનું આકરી ગરમીમાં પેટમાં દુખાવો થતા મોંત

એએસઆઈ ચાલુ ફરજ પરથી જમવા ઘરે આવ્યા ત્યાં અચાનક પેટ માં દુખાવો થતા સારવાર માટે લઈ જવાયા હતા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલી આકરી ગરમીમાં લોકો બીમારીમાં સપડાયા છે ત્યારે કેવડિયા ખાતે ફરજ બજાવતા એક પોલીસ જવાનનું ગરમીમાં મોત નિપજ્યું હતું

    મળતી માહિતી અનુસાર હેમંતકુમાર કંચનભાઇ ભાણાભાઇ તડવી,( રહે ધામદરા તા ગરુડેશ્વર જી નર્મદા) નાઓ એ એકતાનગર પોલીસે માં જાણ કર્યા મુજબ મરનાર તેમના પિતા કંચનભાઈ ભાણાભાઇ તડવી( ઉ.વ ૫૭)( રહે ધામદરા તા ગરુડેશ્વર જી નર્મદા) નાઓ તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે પોતાના ઘરે આવતા અનક છાતીમા તથા પેટ મા દુખાવો થતા સારવાર માટે પ્રથમ ટ્રોમા સેંટર એકતાનગર ખાતે લઈ ગયેલ ત્યાથી વધુ સારવાર માટે રીફર કરતા બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ વડોદરા ખાતે લઈ ગયા બાદ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રાત્રી ના સમયે તેમનું મોત થતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
તેમના પુત્ર હેમંતભાઈ તડવી ના જણાવ્યા મુજબ પિતા કાંચનભાઈ લગભગ ૨૫ વર્ષથી પોલીસ ખાતા માં ફરજ બજાવતા હતા અને આ વર્ષે તેઓ નિવૃત થવાના હતા પરંતુ બનાવ ના દિવસે તેઓ ફરજ પર હતા અને ત્યાંથી ઘરે જમવા આવ્યા ત્યારે તેમને અચાનક પેટ માં દુખાવો થયો હતો.


 

(10:35 PM IST)