<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસનું 'ઓપરેશન કારાવાસ' : માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને ૪૧ આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય : ગુજરાત પોલીસે ૧૫ દિવસમાં જામીન પરથી ફરાર ૪૧ આરોપીઓને પકડયા: ૧૫ જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા : ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા આરોપીઓ : અન્ય રાજ્યોમાં પણ પોતાની ઓળખ અને હુલિયો છુપાવીને રહેતા હતા તેવા જટિલ કિસ્સાઓમાં પણ ગુજરાત પોલીસે દિવસ-રાત એક કરીને આંતર-રાજ્ય કોઓર્ડિનિશન સ્થાપિત કરીને સફળતા પ્રાપ્ત કરી5:08 PM IST

સુરત એ.પી.એમ.સી. નિર્મિત રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ : સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ યાર્ડનું નિર્માણ : ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ : નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધી રહી છે : ૧૯૫૧માં માત્ર ૧૫ હજાર રૂપિયાની આવક સાથે શરૂ થયેલી સુરત એપીએમસી આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ : રાજ્ય સરકાર 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્ર સાથે કૃષિમાં વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપી રહી છે : ભુપેન્દ્રભાઈ પટેલ : રાજ્યના ખેડૂતોને સગવડ, સલામતી અને કૃષિ પેદાશોનું યોગ્ય વળતર મળે તેવી પારદર્શક અને આધુનિક વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે: કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી4:31 PM IST

શહેરોનો સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ, સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત પાયો છે:નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં મોર્ડન અર્બન ડેવલપમેન્ટ મોડલની પહેલ 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી : ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા મેયર્સ કાઉન્સીલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં પ્રારંભ કરાવ્યો : દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહભાગી થયા : 2005ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાને પગલે 2025ના વર્ષની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણીથી શહેરોની સ્વચ્છતા અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટમાં ગતિ આવી : સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનથી શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની પહેલ ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં કરી : વડાપ્રધાને આપેલા ઇન્ક્લુઝિવ ગ્રોથના વિચારને પાર પાડવા નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનાવી નવી મહાનગરપાલિકાઓની રચના કરી છે4:18 PM IST

હરીયાણા, પંજાબ, રાજસ્થાન, દિવ-દમણ, ગોવા, મહારાષ્ટ્ર રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થાની હેર-ફેર માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક ગુનાઓ આચરતી રવિ હમીરભાઇ ભારાઇની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ આક્રમક પગલા લઈ જેલના સળીયા પાછળ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ,જૂનાગઢ : ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરનાઓના ૧૦૦ કલાક કાર્યક્રમ અંતગર્ત જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજીક પ્રવૃતિ આચનાર તથા વારંવાર ગુન્હાઓ કરતી ગેંગ સામે કાર્યવાહી4:37 PM IST

સ્‍કંદ લાઇફ કેર હોસ્‍પિટલમાં સારવારમાં બે ડોક્‍ટરની બેદકારીથી એન્‍જિનીયર યુવાનનું મોતઃ ગુનો દાખલ : મોરબી રોડ સેટેલાઇટ સોસાયટીમાં રહેતાં ૨૮ વર્ષિય જય રેણપરા માતા-પિતાનો એકનો એક દિકરો હતોઃ તેનું ડેન્‍ગ્‍યુની સારવાર દરમિયાન ત્રણ મહિના પહેલા મૃત્‍યુ થયું હતું: સિવિલ હોસ્‍પિટલના અભિપ્રાય બાદ ફરિયાદ દાખલ કરી બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી : કુવાડવા રોડ પરની હોસ્‍પિટલના ડો. હાર્દિક સંઘાણી અને અન્‍ય તબિબ જીજ્ઞેશ પટેલ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસમાં મૃતક જય રેણપરાના માતા ચાંદનીબેનની ફરિયાદ પરથી કાર્યવાહીઃ પરિવારે કહ્યું-અહિ સારુ થાય તેમ ન હોય તો અમે બીજે લઇ જઇએ ત્‍યારે ડોક્‍ટરે જવા ન દીધાઃ એક વાર તબીયત ખુબ બગડી તો ડોક્‍ટર નહોતાં, તેના પત્‍નિ જે સ્‍કીનના ડોક્‍ટર છે તેણે સારવાર કરીઃ પછી બીજા તબિબ જીજ્ઞેશ પટેલને બોલાવ્‍યા, તેણે પણ તબિયત ખરાબ હોવા છતાં હું બધુ હેન્‍ડલ કરી લઇશ તેવું કહ્યું: બાદમાં બારોબાર અન્‍ય હોસ્‍પિટલમાં લઇ ગયા અને ત્‍યાં સારવારમાં દમ તોડી દીધો 3:30 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST