તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Wednesday, 7th May 2025
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૫.૨૧ ટકાનું પરિણામ હાંસલ કરતા નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ
નર્મદા જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ ૬૯.૪૯ ટકા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા જાહેર કરાયેલું પરિણામ પ્રશંસાપાત્ર છે, નર્મદા જિલ્લામાં પણ વિદ્યાર્થીઓએ પણ ધો. ૧૨ માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તનતોડ મહેનત કરીને સારુ પરિણામ હાંસલ કર્યુ છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ૯૫.૨૧ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ૬૯.૪૯ ટકા પરિણામ મેળવ્યું છે.
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૨૮૩૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૮૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૨૬૮૩ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયેલ છે. ગ્રેડ મુજબ પરિણામોની વાત કરીએ તો ૨ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, ૧૩૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ૫૪૨ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, ૯૬૮ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ૭૬૧ વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, ૨૬૬ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો.
વિજ્ઞાન પ્રવાહમાં ૭૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગ્રેડ અનુસાર પરિણામોમાં ૧ વિદ્યાર્થી A1 ગ્રેડ, ૯ વિદ્યાર્થી A2 ગ્રેડ, ૩૯ વિદ્યાર્થી B1 ગ્રેડ, ૯૪ વિદ્યાર્થી B2 ગ્રેડ, ૧૬૨ વિદ્યાર્થી C1 ગ્રેડ, ૧૫૬ વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
