<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

રાજપીપલા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનાના આરોપીને પોઈચા ભાઠાથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુબાજુ ના જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના મળતા તેઓના રહેણાક તથા આશ્રયસ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પાડી અસરકારક  કામગીરી કરવાની સુચના મુજબ પેરોલ-ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સ.ઈ. ડી.આર, રાઠોડ નાઓએ રાજપીપલા પો.સ્ટે.ના છેતરપિંડી ના ગુનામાં સંડોવાયેલ સહ આરોપી ગુનાના કામે અટક કરવાના બાકી હોય આ ગુનામાં સંડોવાયેલ પંકજસિહ ભારતસિહ ટગરીયા (ઉ.વ.૩૨)( રહે.નયા ગાવ જાગીર તા.મેધનગર જી.જાંબુઆ (એમ.પી) નાનો તા.૦૪/૦૫/ ૨૦૨૫ ના રોજ પોઈચા ભાઠામાં પુજા વિધી અર્થે આવનાર હોવાની પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની સંયુક્ત બાતમી આધારે પોઈચા ભાઠામાં તેની વોચ માં રહેતા બાતમી ના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે સોપવાં આવ્યો છે.

આ સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીમાં (૧) ડી.આર.રાઠોડ ઇન્ચાર્જ પો.સ.ઇ. પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા(૨) અ.હે.કો.નરેન્દ્રભાઈ બાબુભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા(૩) આ.પો.કો.વિનોદભાઇ પરાગભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા(૪) આ.પો.કો.સુરેશભાઇ મંગાભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ નર્મદા નો સમાવેશ થાય છે.



 

(10:43 PM IST)