<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

લંકેશને નોકરીમાંથી હાંકી કઢાતાં અપમાનનો બદલો લેવા પ્‍લાન ઘડી હત્‍યા-લૂંટ કરી'તી : યુપીના ૧૦ ઝડપાયા : તન્‍વી એક્ષપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્‍યા કરી લૂંટની ઘટનાને અંજામ આપવા પાંચ મહિના પહેલા કાવત્રુ ઘડાયું હતું: હાલમાં પણ પેઢીમાં નોકરી કરતાં શૈલેષસિંગે પળેપળની માહિતી લંકેશ ઉર્ફે અશ્વીનીકુમારને આપી હતીઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન-૧ની ૧૫ ટીમોએ બે રાજ્‍યો, ચાર જીલ્લાની પોલીસનો સાથ લઇ ભેદ ઉકેલ્‍યો : તન્‍વી ગોલ્‍ડના પુર્વ કર્મી યુપીના લંકેશ ઉર્ફે અશ્વિનીકુમાર, હાલના કર્મી શૈલેષ ખરવાર તેમજ તેના સાથીદારોને રાજસ્‍થાન-સામખીયાળી પાસેથી ઝડપી લેવાયોઃ લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ કબ્‍જેઃ બે કાર, આઠ મોબાઇલ પણ જપ્‍તઃ જેસીપી ચૈતન્‍ય માંડલિકે વિગતો જણાવી : લંકેશે પહેલા જ નક્કી કર્યુ હતું કે કોઇ પ્‍લાનમાં આડે આવે તો મારી નાંખવાનોઃ કર્મચારી લાલજીભાઇ સરધારાએ પ્રતિકાર કરતાં અનુરાગસિંગે ત્રણ ગોળી ધરબી દીધી હતીઃ બે હથીયાર સાથે હતાં3:02 PM IST

તારી દિકરી મારે'ય નથી જોઇતી, તેને મારી નાંખીશ પણ તને તો નહિ જ આપું, પૂનમે ધમકી સાચી ઠેરવી! : શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની દિકરીને પાંચમા માળેથી ફેંકી હત્‍યા કરનારી નિષ્‍ઠુર જનેતા પૂનમ સાકરીયાની બી-ડિવીઝન પોલીસે ધરપકડ કરી-કોર્ટહવાલે કરવા તજવીજ : પૂનમ દિકરીના જન્‍મ બાદ રિસામણે ગઇ પછી પતિ સંજયએ અવાર-નવાર સમાધાનના પ્રયાસ કર્યા પણ તે પરત સાસરે ન આવીઃ સંજય દિકરી માંગતો ત્‍યારે દિકરી આપવાની પણ ના પાડી દેતી હતીઃ તેણે દિકરીને મારી નાંખવાની વાત કરી હતી, એવુ જ કર્યુઃ પીઆઇ જી.આર. ચોૈહાણ, એએસઆઇ હીરાભાઇ રબારીએ પતિ સંજય સાકરીયાની ફરિયાદ પરથી તેની પત્‍નિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી2:50 PM IST