<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાલનપુરમાં સાંજે વાવાઝોડા અને કરા સાથે વરસાદ : બેનરો ઉડી ગયા, હોડિંગ્સ તૂટી ગયા થાંભલો પડી ગયો

જુદી જુદી જગ્યા ઉપર મુકેલા પાણીના કાઉન્ટરો પણ તૂટી ગયા:જી.ડી. મોદી કોલેજ બહાર એક વીજ પોલ તૂટી પડ્યો: નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા

પાલનપુર શહેરમાં બુધવારે સાંજના સમયે વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ ખાબકતા બેનરો ઉડી ગયા, હોડિંગ્સ તૂટી ગયા થાંભલો પડી ગયો તેમજ પાણીના સ્ટોલ તૂટી ગયા હતા. 

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા. 3 થી 9 મે દરમિયાન જિલ્લામાં વાવાઝોડા તેમજ કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સતત પાંચ દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાલનપુર શહેરમાં સાંજના સમયે વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ થયો હતો. જેમાં પાલનપુરમાં 32 એમએમ દાંતામાં 8 એમએમ અને વડગામમાં 6 એમ એમ વરસાદ થયો હતો જેના પગલે પાલનપુર વિસ્તારમાં બેનર ઉડી વાયર ઉપર લટકી પડ્યું હતું જ્યારે એરોમાં સર્કલ નજીક લાગેલા મોટા હોર્ડિંગ્સ તૂટી ગયા હતા જ્યારે જુદી જુદી જગ્યા ઉપર મુકેલા પાણીના કાઉન્ટરો પણ તૂટી ગયા હતા તેમજ જી.ડી. મોદી કોલેજ બહાર એક વીજ પોલ તૂટી પડ્યો હતો. પાલનપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.જોકે પાલનપુરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે તેમજ ખેડૂતોના મહામૂલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે જ્યારે વહીવટી તંત્ર એ પણ ખેડૂતોને તેમજ ખેડૂતોને અને એપીએમસીને પાક સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે.‌

 

(12:04 AM IST)