News of Thursday, 8th May 2025
વડોદરામાં કમોસમી વરસાદે મનપાની પોલ ખોલી : માંજલપુરમાં ફૂટપાથ બેસી જતા મસમોટું 15 ફૂટ ગાબડું : બે મહિલા ખાબક્યા
શાકભાજી લેવા માટે ઘર નજીક નીકળ્યા હતા બે મહિલા : ફૂટપાથ પર ઉભા હતા ત્યારે ફૂટપાથ બેસી જતા બંને તેમાં ખાબક્યા

વડોદરામાં કમોસમી વરસાદે મનપાની પોલ ખોલી છે, ત્રણ દિવસ પહેલા વડોદરામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. આ વચ્ચે શહેરના માંજલપુર વિસ્તારમાં વૈકુંઠધામ સોસાયટી નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે બે મહિલાઓ શાકભાજી લેવા માટે ઘર નજીક નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ ફૂટપાથ પર ઉભા હતા, બાદમાં ફૂટપાથ બેસી જતા બંને તેમાં ખાબક્યા હતા. શરૂઆતમાં અંદાજીત 10 ફૂટ જેટલો લાગતો ભૂવો ધીરે ધીરે વિસ્તર્યો હતો, અને આશરે 20 ફૂટ જેટલો થઇ ગયો હતો.
ઘટનામાં ભારે બુમાબુમ થઇ ગઈ હતી. જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બંને મહિલાઓને હાથ વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
