News of Thursday, 8th May 2025
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: રાજ્યમાં ચાર દિવસ ભારે પવન, ગાજવીજ સાથે ભારેથી સામાન્ય વરસાદની આગાહી
કાલે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાનો જાણે કે ચોમાસું આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તે જોઈએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવ તથા સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
નવમી તારીખે અને શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તથા ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
10મી તારીખે એટલે કે રવિવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
