News of Friday, 9th May 2025
ગણિત - વિજ્ઞાન ફરીવાર વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો સાબિત
બેઝીક ગણિતમાં ૧,૧૩,૩૫૨ અને વિજ્ઞાનમાં ૯૦૭૯૧ વિદ્યાર્થી નાપાસ થયા - સોશિયલ સાયન્સમાં ૪૬૪૧૩ વિદ્યાર્થીઓ નાપાસ, સ્ટાન્ડર્ડ મેથ્સમાં માત્ર ૩૯૨ નાપાસ થયા ગુજરાતીમાં ૫૪,૬૧૪ વિદ્યાર્થી નાપાસ, સેકન્ડ અંગ્રેજીમાં ૧૪ વિદ્યાર્થીને ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ

અમદાવાદ,તા.૦૯: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો-૧૦ના પરિણામમાં ફરી એકવાર ગણિત વિષય વિદ્યાર્થીઓ માટે માથાના દુઃખાવો સાબિત થયો છે. ખાસ કરીને બેઝીક મેથ્સમાં ગત વર્ષ કરતાં અંદાજે ૯ હજારથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા છે. ધો-૧૦નું પરિણામ અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે. આમ છતાં ગણિત અને વિજ્ઞાનમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ આヘર્યજનક રીતે સતત વધી રહી છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં બેઝીક મેથ્સમાં ૧,૧૩,૩૫૨ વિદ્યાર્થી નાપાસ થયા છે. જેની સામે સ્ટાન્ડર્ડ મેથ્સમાં માત્ર ૩૯૨ વિદ્યાર્થી નાપાસ થયા છે. ગત વર્ષે બેઝીક મેથ્સમાં ૧.૦૪ લાખ વિદ્યાર્થી નાપાસ થયા હતા. આમ, અંદાજે વધુ ૯ હજાર વિદ્યાર્થી નાપાસ થયા છે. બીજા ક્રમે વિજ્ઞાન વિષયમાં ૯૦૭૯૧ વિદ્યાર્થી નાપાસ થયા છે. આમ, ગણિત અને વિજ્ઞાન વિષય વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર અઘરા સાબિત થયા છે. ધો-૧૦ની વર્ષ ૨૦૨૫માં લેવાયેલી પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં કુલ ૬૦૬૦૫ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેની સામે ૬૦૨૧૩ પાસ થતાં માત્ર ૩૯૨ વિદ્યાર્થી જ નાપાસ થયા છે. આમ, સ્ટાન્ડર્ડ મેથ્સનું પરિણામ ૯૯.૩૫ ટકા આવ્યું છે. આ જ પ્રમાણે બેઝીક મેથ્સમાં ૮૫૮૯૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી ૫,૭૨,૫૪૬ વિદ્યાર્થી પાસ થતાં ૮૩.૪૭ ટકા પરિણામ આવ્યું છે. આ જ પ્રમાણે વિજ્ઞાન વિષયમાં ચાલુ વર્ષે ૭,૪૬,૮૯૧ વિદ્યાર્થી પરીક્ષા આપી હતી, જેમાંથી ૬,૫,૬૧૦૦ વિદ્યાર્થી પાસ થતાં ૮૭.૮૪ ટકા પરિણામ આવ્યું છે. આમ, ચાલુ વર્ષે વિજ્ઞાન વિષયમાં ૯૦૭૯૧ વિદ્યાર્થી નાપાસ થયા છે. આ જ રીતે સોશિયલ સાયન્સમાં ૭,૪૬,૮૯૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૭૦૦૪૬૦ વિદ્યાર્થી પાસ થતાં ૯૩.૭૮ ટકા પરિણામ આવ્યું છે. એટલે કે, સોશિયલ સાયન્સમાં ૪૬,૪૧૩ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ધો-૧૦ના જાહેર કરાયેલા પરિણામમાં ફર્સ્ટ લેગ્વેંજ ગુજરાતીમાં ૬,૨૬,૮૯૩ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૫૭૨૨૭૯ વિદ્યાર્થી પાસ થતાં ૯૧.૨૯ ટકા પરિણામ આવ્યું છે. આ જ રીતે અંગ્રેજીમાં ૯૮૬૯૫ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી ૯૫૯૫૫ વિદ્યાર્થી પાસ થતાં ૯૭.૨૬ ટકા પરિણામ આવ્યું છે. આ વિષયમં ૨૭૦૦ વિદ્યાર્થી નાપાસ થયા છે. ગુજરાતીમાં ૯૯ વિદ્યાર્થી એવા છે કે, જેઓ ૯૯ માર્કસ લાવવામાં સફળ રહ્યા છે. આ જ રીતે અંગ્રેજી ફર્સ્ટ લેગ્વેંજમાં ૫ વિદ્યાર્થી સૌથી વધુ ૯૬ માર્કસ લાવવામાં સફળ રહ્યા છે. આ જ રીતે ગુજરાતી સેકન્ડ લેગ્વેંજમાં ૧ વિદ્યાર્થીએ ૯૮ માર્કસ મેળવ્યા છે. જેની સામે અંગ્રેજી સેકન્ડ લેગ્વેંજમાં ૧૪ વિદ્યાર્થી એવા છે કે જેને ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મળ્યા છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
