News of Friday, 9th May 2025
તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ : ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાત પરથી સઈક્લોનિક સર્કુલેશન પણ પસાર થઈ ગયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે.
ગઈકાલે વહેલી સવારથી તાપી જિલ્લાના 1 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
