News of Friday, 9th May 2025
રાજ્યમાં વાદળીયું વાતવરણ : સવારે 10 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો
દહેગામમાં 23 મિ.મી., ઉંઝામાં 12 મિ.મી., ઘોઘામાં 10 મિ.મી., જંબુસરમાં 10 મિ.મી., ખેડામાં 9 મિ.મી., અરવલ્લીમાં 8, ભરુચમાં 7, દીયોદરમાં 5, સમીમાં 5 મિ.મી. વરસાદ નોંધાયો

અમદાવાદ :ગુજરાતમાં આજે સવારથી અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 20 તાલુકાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં 23 મિ.મી. જ્યારે મહેસાણાના ઉંઝામાં 12 મિ.મી. વરસાદ વરસ્યો છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં માવઠું વરસ્યું છે. જેમાં દહેગામમાં 23 મિ.મી., ઉંઝામાં 12 મિ.મી., ઘોઘામાં 10 મિ.મી., જંબુસરમાં 10 મિ.મી., ખેડામાં 9 મિ.મી., અરવલ્લીમાં 8, ભરુચમાં 7, દીયોદરમાં 5, સમીમાં 5, ગાંધીનગરમાં 5, ભાવનગરમાં 4 અને વાગરામાં 4 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ગત 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકામાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. ડોલવણમાં 2.17 ઇંચ, તાલાલામાં 1.85, કપરાડામાં 1.34, પાલનપુરમાં 1.22, ગીર ગઢડામાં 1.18, બગસરામાં 1.14, લાખણીમાં 1.06, દાંતામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
