News of Friday, 9th May 2025
ગુજરાત સરકાર કોઇપણ સ્થિતિનો સામનો કરવા તૈયારઃ હર્ષ સંઘવી
ગાંધીનગર ખાતે ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજાઇ નાગરિકોને અફવામાં ન દોરાવા ગૃહમંત્રીની અપીલ

ગાંધીનગરઃ તા.૯: ᅠભારત ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને હંફાવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા દેશના અલગ-અલગ શહેર અને આર્મી સ્ટેશન સહિત અનેક વિસ્તારમાં ડ્રોન અને મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યા છે. જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ૪૦૦ દ્વારા ઇન્ટરસેપ્ટ એટલે કે તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ગળહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી. દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગળહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં હર્ષસંઘવી એ સંબંધિત જિલ્લાના કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલીફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી હતી. હર્ષ સંઘવીએ જણાવેલ કે, ગુજરાત સરકાર કોઇપણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તમામ સ્થિતિ ઉપર નજર રાખી રહયા છીએ. કોઇપણ નાગરિક અફવાઓથી દોરાવાની જરૂર નથી. સોશ્યલ મિડીયામાં અફવા ફેલાવનાર સામે કડક પગલા લેવાશેનું પણ તેમણે અંતમાં જણાવ્યું હતું.આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડાવિકાસ સહાય અને SP રવિ તેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
