<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પીએમ મોદીએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદી જિલ્લામાં સુરક્ષા અંગેની માહિતી મેળવી

સરહદી રાજય તરીકેની સજ્જતા અને હાથ ધરાયેલા આગામી આયોજનની વિગતો મેળવી માર્ગદર્શન આપ્‍યુ

ગાંધીનગર, તા.૯: ભારત પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધ જેવી સ્‍થિતિ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમાં પાકિસ્‍તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે. આ તણાવભરી પરિસ્‍થિતિમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્‍થિતિમાં ગુજરાતની સરહદી રાજ્‍ય તરીકેની સજ્જતા તથા રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર આ અંગેની વિગતો આપતા જણાવ્‍યુ છે કે, માનનીય વડાપ્રધાને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્‍થિતિમાં ગુજરાતની સરહદી રાજ્‍ય તરીકેની સજ્જતા તથા રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્‍તાનની સરહદ સાથે જોડાયેલા કચ્‍છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્‍ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

 માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્‍થિતિમાં ગુજરાતની સરહદી રાજ્‍ય તરીકેની સજ્જતા તથા રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું

(3:59 PM IST)