<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ગુજરાત પરથી સઈક્લોનિક સર્કુલેશન પણ પસાર થઈ ગયું : બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો

ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા , ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી

બનાસકાંઠા:હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાત પરથી સઈક્લોનિક સર્કુલેશન પણ પસાર થઈ ગયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે.

ગઈકાલે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.

ગઈકાલે બનાસકાંઠાના કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

    પાલનપુર તાલુકામાં 1.22 ઈંચ વરસાદ

    લાખાણી તાલુકામાં 1.06 ઈંચ વરસાદ

    દાંતા તાલુકામાં 0.98 ઈંચ વરસાદ

    કાંકરેજ તાલુકામાં 0.59 ઈંચ વરસાદ

    દિયોદર તાલુકામાં 0.39 ઈંચ વરસાદ

    થરાદ તાલુકામાં 0.28 ઈંચ વરસાદ

    ધાનેરા તાલુકામાં 0.24 ઈંચ વરસાદ

    દાંતીવાડા તાલુકામાં 0.24 ઈંચ વરસાદ

    ડીસા તાલુકામાં 0.16 ઈંચ વરસાદ

    વાવ તાલુકામાં 0.04 ઈંચ વરસાદ

    અમીરગઢ તાલુકામાં 0.04 ઈંચ વરસાદ

    વડગામ તાલુકામાં 0.04 ઈંચ વરસાદ

(5:07 PM IST)