<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત-પાક તણાવ વચ્ચે ગુજરાત સરકારની સતર્કતા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ સરહદી જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોષી સહિત વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર : સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી

ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ની મુલાકાત લીધી હતી અને રાજ્યના સરહદી જિલ્લાઓની વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સરહદી જિલ્લાઓમાં સુરક્ષા જવાનોની તૈનાતી, પેટ્રોલિંગ, સંદેશાવ્યવહાર વ્યવસ્થા અને અન્ય સંબંધિત બાબતોની માહિતી મેળવી હતી.
આ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિ અને અન્ય વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને સરહદી વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા સૂચના આપી હતી. તેમણે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી.

 

(11:09 PM IST)