તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 10th May 2025
સાગબારા પોલીસનુ ધનસેરા ચેકપોસ્ટ પર કડક ચેકીંગ: મધ્યપ્રદેશના વ્યક્તિને ધનસેરા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડી માં અંગ્રેજી દારૂ લાવતા ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ધનસેરા ચેકપોસ્ટ નજીકના મહારાષ્ટ્રને અડીને આવેલી હોય મહારાષ્ટ્રમાંથી નર્મદા ગુજરાત માં અંગ્રેજી દારૂ ઘુસાડવાના પેંતરા અજમાવતા કેટલાક લોકોને સાગબારા પોલીસ ચેકીંગ દરમિયાન મુદામાલ સાથે ઝડપી પાડે છે, તાજેતર માં એક બાદ એક આવા લોકોને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા અને ગઈકાલે મધ્યપ્રદેશના એક વ્યક્તિને દારૂ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ ટીમ ધનસેરા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં હતી ત્યારે કાલુરામ શંકરલાલ પ્રજાપતી(રહે. મડગાંવ તા.સેંધવા જી. બડવાણી (મધ્યપ્ર દેશ) એ પોતાના કબજામાંની મારૂતી સુઝુકી કંપનીની એસ.પ્રેસો ફોર વ્હીલ ગાડી માં વચ્ચેની શીટ ઉપર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ કિંગફિશર સ્ટ્રોંન્ગ પ્રિમિયમ બીયર નંગ.૧૭ કિં.રૂ.૨,૧૨૫ નો પ્રોહી. મુદ્દામાલ રાખી હેરાફેરી કરી મારૂતી સુઝુકી એસ.પ્રેસો ફોર વ્હીલ ગાડીની કિં.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૦૨,૧૨૫ ના મુદ્દામાલ સાથે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન પકડાઈ જઈ ગુનો કર્યો હોય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
