<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

નર્મદા જિલ્લામાં અકસ્માતની વણઝાર : ચાલુ મે મહિનામાં જ રોડ અકસ્માતમાં 6 ના મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં દરરોજ અકસ્માતમાં મોતની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં હાલ મે મહિનામાં જ એક બાદ એક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.

  મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના પુછપુરા ગામ પાસે થયેલા અકસ્માત માં બે ના મોત થયા છે
   પ્રાંત માહિતી અનુસાર હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી (ઉ.રહે-કોલંબા,નિશાળ ફળીયુ તા.નસવાડી જિલ્લો. છોટાઉદેપુર )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ઇક્કો ફોર વ્હીલ ગાડી નં.GJ-34-H-2354 ના ચાલકે પોતાના કબજાની ઇક્કો ગાડી પુરઝડપે હંકારી લાવી તેમના પુત્ર દેવદત્તસિંહ ની મો.સા.નં. GJ-34-L-6591 સાથે સામેથી અથાડી તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી તેમજ મો.સા.પાછળ બેઠેલ તેમના ભત્રીજા પ્રતિકસિંહ સરદારસિંહ સોલંકી ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી તેનું પણ મોત નિપજાવી ઇક્કો ફોર વ્હીલ ગાડી સ્થળ પર મુકીને નાશી જઇ ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આમ જિલ્લામાં ચાલુ મે મહિનામાં જ એક બાદ એક થયેલા રોડ અકસ્માતમાં લગભગ છ વ્યક્તિઓ ના મોત થયા છે. અને કેટલાક ને ઇજાઓ થઈ છે.


 

(12:59 AM IST)