News of Saturday, 10th May 2025
બેવડી ઋતુના કારણે રાજપીપળામાં શરદી, ખાંસી, ડાયેરિયા અને વોમિટીંગના દર્દીઓમાં વધારો
કમોસમી વરસાદ અને ઉનાળાની ગરમીની આ બેવડી ઋતું ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને બિમાર કરે છે:દવાખાના અને સરકારી ખાનગી હોસ્પિટલોમાં બિમાર દર્દીઓની સંખ્યામાં વધારો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી બેવડી ઋતુંના કારણે બીમાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાનગી સરકારી હોસ્પિટલો કે દવાખાના દર્દીઓથી ચિક્કાર જોવા મળી રહ્યાં છે.
હાલ ઉનાળો વિદાય લઈ રહ્યો છે છતાં કમોસમી વરસાદ પડે છે સાથે સાથે વરસાદ બંધ રહે ત્યારે ઉનાળાની આકરી ગરમી પણ પડતી હોવાથી લોકો બીમાર પડી રહ્યા છે, હાલમાં રાજપીપળા શહેર માં ઉનાળો કે ચોમાસુ છે તે કહેવું જાણે મુશ્કેલ લાગે છે ત્યારે આ બદલાતી ઋતું લોકો ના સ્વાસ્થય માટે જોખમી કહી શકાય, રાજપીપળા માં આવેલા ખાનગી દવાખાના અને હોસ્પિટલો માં દર્દીઓ વધુ જોવા મળ્યા છે. જેમાં રાજપીપળાના શ્રીજી ક્લિનિકના જાણીતા તબીબ ડો. નિરવ ગાંધી એ જણાવ્યું કે હાલ બેવડી ઋતુ ના કારણે શરદી, ખાંસી, ડાયેરિયા અને વોમિટીંગના દર્દીઓ વધુ આવી રહ્યા છે. આજ પ્રકારે અન્ય ખાનગી હોસ્પિટલો અને સરકારી દવાખાનામાં બીમાર દર્દીઓ ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ની સંખ્યા વધુ જોવા મળે છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
