<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

શંકાસ્‍પદ લિન્‍ક ક્‍લિક ના કરવી,ખરાઈ વિના મેસેજ શેર નહીં કરવાની સરકારની સૂચના

સરકારી વિભાગો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ,તા.૧૦:રાજ્‍યના સાયન્‍સ અને ટેક્રોલોજી વિભાગે યુદ્ધની સ્‍થિતિમાં તમામ સરકારી વિભાગો, અધિકારીઓ-કર્મચારીઓને વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવચેતીથી અને જવાબદારીથી કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.(૪૦.૩)

ખરાઈ કર્યા વિના વોટ્‍સએપ પોસ્‍ટ ફોરવર્ડ ન કરો

* સરકારી દસ્‍તાવેજો, મિટિંગના ફોટા, કાર્ય સ્‍થળના ફોટા, આઇડી કાર્ડ્‍સ પોસ્‍ટ અથવા શેર નહીં કરવા

* અજ્ઞાત અને શંકાસ્‍પદ લિન્‍ક, દસ્‍તાવેજ, કયુ આર કોડ, મેઇલ ઉપર ક્‍લિક ના કરવું.

* તમામ એકાઉન્‍ટ્‍સમાં યુનિક પાસવર્ડ્‍સ તથા ૨-ફેક્‍ટર ઓથેન્‍ટિફિકેશન -2FA વાપરવું.

* પર્સનલ કે થર્ડ પાર્ટીની એપ સાથે ઓફિશિયલ ગવર્નમેન્‍ટ ઇ-મેઇલ આઇડી કનેક્‍ટ નહીં કરવું.

* કોઈપણ બાબતમાં પ્રતિભાવના આપવા. રાજકીય પ્રતિભાવના આપવા અને તટસ્‍થતા જાળવવી.

* ખરાઈ કર્યા વિના વોટ્‍સેપ કે અન્‍ય પ્‍લેટફોર્મ ઉપર મેસેજિસ શેર ના કરવા

* ઓનલાઇન સંવાદમાં વ્‍યવસાયિતા અને શિષ્ટાચાર જાળવવો.

* સરકારી ડિપાર્ટમેન્‍ટનું પ્રતીક કે લોગોનો ઉપયોગ મંજૂરી વિના ગ્રુપમાં ના કરવો.

* સરકારી સંકુલ, મિટિંગના ફોટા વીડિયો ઇમેજિસ શેર નહીં કરવા.

ૂ શંકાસ્‍પદ રિપોર્ટ-ઇમેઇલ કે અન્‍ય બાબત અંગે [email protected], coreteam@ Gujarat. gov.in, obssecurity@gujarat gov.in ઉપર જાણ કરવી.

(4:03 PM IST)