<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ઓપરેશન સિંદૂરનો ચહેરો બનેલા વડોદરાના કર્નલ સોફિયા કુરેશીના પરિવારને પૂર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે રૂબરૂ મળી અભિનંદન પાઠવ્‍યા

ગુજરાતની બેટીએ દેશનું ગૌરવ વધાર્યું, નારી શક્‍તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું : કાશ્‍મીરમાં રાષ્‍ટ્રવાદની ભાવના પ્રબળ બનીઃ પાકિસ્‍તાનને આતંકવાદી પ્રવળત્તિઓ બંધ કરવા આહ્વાન

રાજકોટ, તા., ૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે આજે વડોદરાની દીકરી અને ઓપરેશન સિંદૂરનો ચહેરો બનેલા કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડોદરા ખાતે તેમના નિવાસસ્‍થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. શેખે કર્નલ સોફિયાને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંહે ઓપરેશન સિંદૂરમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવીને ભારત સહિત સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.

કર્નલ સોફિયાના નિવાસસ્‍થાને પત્રકારો સાથે વાત કરતાં ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે આજે ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ દિવસ છે, પરંતુ ગુજરાત માટે તે વિશેષ છે કારણ કે કર્નલ સોફિયા ગુજરાતની દીકરી છે. તેમણે ઓપરેશન સિંદૂરના સફળ ઓપરેશનમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે અને પાકિસ્‍તાની આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્‍તનાબૂદ કરવામાં મદદ કરી છે.

શેખે ભારતીય સેના દ્વારા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંહ પાસે પ્રેસ બ્રીફિંગ કરાવીને નારી શક્‍તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ સેનાની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે પહેલગામ હુમલા પછી હિન્‍દુ-મુસ્‍લિમ ભેદભાવ કરનારા દેશના અંદરના અને બહારના લોકોને સખ્‍ત સંદેશ આપવામાં આવ્‍યો છે કે ભારત દેશની મહાનતા તેની અનેકતામાં એકતામાં સમાયેલી છે. દેશની એકતા અને અખંડિતતા માટે કોઈ ધર્મ કે જ્ઞાતિ મહત્‍વ ધરાવતી નથી અને સેનામાં કયારેય હિન્‍દુ મુસ્‍લિમનો ભેદભાવ હોતો નથી. સેના માટે રાષ્‍ટ્રહિત અને રાષ્‍ટ્રધર્મ સર્વોપરી છે.

ગ્‍યાસુદ્દીન શેખે કર્નલ સોફિયા કુરેશીને અભિનંદન આપતા જણાવ્‍યું હતું કે એક મુસ્‍લિમ સમાજનું નેતળત્‍વ કરનારી ગુજરાતી દીકરી ખરેખર અભિનંદનને પાત્ર છે અને સમગ્ર ગુજરાતની ૬.૫ કરોડ જનતા આજે ખૂબ જ ખુશ છે, ખાસ કરીને મુસ્‍લિમ સમાજમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

તેમણે પાકિસ્‍તાનને આતંકવાદી પ્રવળત્તિઓ બંધ કરવા આહ્વાન કર્યું હતું અને જણાવ્‍યું હતું કે ભારતે પાકિસ્‍તાનને શબક શીખવાડી દીધો છે કે જો તે ભારતમાં પરેશાનીઓ પેદા કરશે તો ભારત તેના ઘરમાં ઘૂસીને મારશે, કારણ કે હવે પાકિસ્‍તાનને કાશ્‍મીરની જનતાનું પણ સમર્થન નથી. પહેલગામમાં નિર્દોષ લોકોની ધર્મ અને નામ પૂછીને હત્‍યા કરવામાં આવી હતી, કારણ કે નાપાક પાકિસ્‍તાન ભારતમાં અંધાધૂંધી ફેલાવીને દેશને હિન્‍દુ-મુસ્‍લિમના કોમી દાવાનળમાં ધકેલવા માંગતું હતું.

શેખે હિન્‍દુ ભાઈઓને સંયમ દાખવવા બદલ સલામ કરી હતી અને મુસ્‍લિમ ભાઈઓએ પણ આતંકવાદ વિરુદ્ધ દેખાવો કરીને સાબિત કર્યું હતું કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. ભારતના હિન્‍દુ અને મુસ્‍લિમ સમાજના લોકોએ એકતા અને ભાઈચારો જાળવી રાખીને સુંદર સંદેશ આપ્‍યો છે.

તેમણે કાશ્‍મીરના સ્‍થાનિક રહેવાસીઓએ પ્રથમ વખત આતંકવાદની નિંદા કરી અને મસ્‍જિદોમાંથી એલાન કરી આતંકવાદી ઘટનાને વખોડી કાઢવા બદલ તેમનું સ્‍વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જો કાશ્‍મીરની જનતાએ ૧૦-૨૦ વર્ષ પહેલાં આ રીતે આતંકવાદને જાકારો આપ્‍યો હોત તો આજે કાશ્‍મીર આર્થિક રીતે વધુ સમળદ્ધ અને સ્‍વર્ગ બની ગયું હોત.

ગ્‍યાસુદ્દીન શેખે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા તમામ ૨૬ લોકોના પરિવારજનોને રૂ. ૧ કરોડની સહાય આપવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી, કારણ કે માર્યા ગયેલાઓમાં મોટા ભાગના યુવાન વયના હતા અને તેમના પરિવારોને આર્થિક સહાયની જરૂર છે.

(11:18 AM IST)