તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 10th May 2025
આવતીકાલની પરીક્ષા માટે પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી
GPSC/GSSSBની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને છૂટછાટ


રાજકોટ : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આવતીકાલે, તા. ૧૧.૦૫.૨૦૨૫ ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત થનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવી છે.
અત્રેની કચેરી દ્વારા તા.૦૭/૦૫/૨૦૨૫ ના પત્ર ક્રમાંક: ક-૧/રજા-પ્રતિબંધ/૯૫૩/૨૦૨૫ થી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, આવતીકાલે યોજાનારી મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ ઉમેદવાર તરીકે ભાગ લઈ રહ્યા છે, તેમને પરીક્ષામાં બેસવા માટે હેડક્વાર્ટર છોડવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે.
આ અંગે તમામ સંબંધિત અધિકારીઓને તેમના તાબાના ઉમેદવાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય ડીજી અને એચઓપીએફની મંજૂરીથી જારી કરવામાં આવ્યો છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
