News of Saturday, 10th May 2025
ઇમરજન્સી સ્થિતિને ધ્યાને લઈ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના બ્લડ સેન્ટર ખાતે યોજાયેલા બ્લડ કેમ્પ માં 30 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલની તાકીદની તથા ઈમરજન્સી પરિસ્થિતિને ધ્યાને લેતા રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે બ્લડની તાતી જરૂરીયાત ઉભી થાય તેમ હોય રાજ્યમાં ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા સુચના મળતા નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકુમાર માઢક ના માર્ગદર્શન હેઠળ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના બ્લડ સેન્ટર ખાતે નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 30 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું.આ કેમ્પ ને સફળ બનાવવા નાંદોદ બ્લોક હેલ્થ ઓફિસર ડો. સુમન સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહી કેમ્પ નું આયોજન કર્યું હતું.
જોકે હાલ માં ઇમરજન્સી પરિસ્થિતિને ધ્યાન પર લઈ રાજ્ય ના દરેક જિલ્લાઓ માં બ્લડ કેમ્પ રાખી લોહી એકત્રિત કરાઈ રહ્યું છે જેથી આવનારા દિવસોમાં દરેક ગ્રુપનું બ્લડ ઇમરજન્સીમાં ઉપલબ્ધ રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
