તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Sunday, 11th May 2025
અમદાવાદમાં કલબ O7 માં દારૂની મહેલિ માણતા ૯ ઝડપાયા, પોલીસે મોંઘી કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો
મ્યુઝીકલ ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફીલ ચાલુ હતી, ત્રણ બોટલ પણ મળી

અમદાવાદઃ પોશ વિસ્તાર શેલામાં આવેલા ક્લબ O7માં દારૂની મહેફિલ માણતા નબીરાઓની પોલીસે ધરપકડ કરી હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, બોપલ પોલીસે ક્લબ O7માં દારૂની મહેફિલ માણતા 9 લોકોને ઝડપ્યા છે. આ પછી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બોપલ પોલીસને બાતમી મળી હતી કે, ક્લબ O7માં ચાલી રહેલી એક મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ પછી પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂની મહેફિલ માણતા 9 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 6 લોકો દારુ પીધેલી હાલતમાં હતા અને ત્રણ લોકો પાસેથી દારૂની બોટલ પણ મળી હતી. આમ પોલીસે યુવક અને યુવતી સહિત 9 લોકોની ધરપકડ કરી હતી અને મોંઘી કાર સહિત દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂની મહેફિલ માણતા પકડાયેલા આરોપીઓના નામ
- આશુતોષ શાહ
- રિતિકા શર્મા
- ચિરાગ ધાનક
- પૃથ્વીરાજ ડોડલા
- ભાવેશ પવાર
- હેમલ દવે
- શનિ પંડ્યા
- રાહુલ નંચહલ
- રાહુલ ગોસ્વામી
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
