તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
ત્રણ કલાક પાર્કિંગમાં બેસીને બનાવ્યા બૉમ્બ : 32 કારનો ઉપયોગ કરીને દેશને આતંકિત કરવાનું હતું ષડયંત્ર :દિલ્હી વિસ્ફોટ પર સંપૂર્ણ અહેવાલ : ગુપ્તચર એજન્સીઓએ લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ સંબંધિત આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો:આતંકવાદીઓએ 32 જૂની કારમાં વિસ્ફોટકો લગાવ્યા હતા અને અયોધ્યામાં રામ મંદિર સહિત દેશભરમાં અનેક સ્થળોએ હુમલો કરવાની યોજના બનાવી હતી12:27 AM IST
ગુનેગારોને એટલી કડક સજા આપવામાં આવશે કે કોઈ ફરીથી હુમલો કરવાની હિંમત નહીં કરે: અમિતભાઇ શાહ : ગુજરાતમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલના ઉદ્ઘાટન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા અમિતભાઈ શાહે કહ્યું કે ગુનેગારોને સજા કરવાથી દુનિયાને સંદેશ જશે કે કોઈ ફરીથી આવા હુમલાનો વિચાર કરવાની હિંમત ન કરે11:36 PM IST
દિલ્હી બ્લાસ્ટ ષડયંત્રમાં પાંચમી કારનું પગેરું : હજુ કેટલા આતંકી જીવતા છે? 8 વીડિયોએ ઉમરના રહસ્ય ખોલ્યા ! : દિલ્હી બ્લાસ્ટના ત્રણ દિવસ પછી હવે નવી ગૂંચવણો ઊભી થઈ રહી છે. કારણ એ છે કે આતંકી ધમાકા પાછળ અત્યાર સુધી પાંચ કારનો પત્તો લાગી ચૂક્યો છે. તો પ્રશ્ન એ છે કે શું આમાં વધુ કાર અને વધુ આતંકી પણ સામેલ છે?10:47 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે ગંભીર આરોપો : ONGC ગેસ ચોરી કેસમાં હાઇકોર્ટે જવાબ માંગ્યો : મુકેશ અંબાણી સામે તપાસની માંગ કરતી અરજી પર CBI અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવામાં આવી : દસ્તાવેજો જપ્ત કરવાની માંગ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2004 અને 2013-14 વચ્ચે કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ONGC ની માલિકીના બ્લોક્સમાં બાજુમાં એટલે કે ત્રાંસા રીતે ખોદકામ કરીને મોટા પાયે છેતરપિંડી કરી10:17 PM IST
આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી : શીત લહેરની શક્યતા : અનેક રાજ્યોમાં IMD દ્વારા એલર્ટ જાહેર : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે પશ્ચિમ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શીત લહેરની ચેતવણી જારી કરી:૧૩ થી ૧૯ નવેમ્બર દરમિયાન તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાયલસીમામાં છૂટાછવાયા વરસાદની ચેતવણી 9:38 PM IST
ધડાકો: કુખ્યાત જેફરી એપ્સ્ટીન કાંડમાં ભારતના વરિષ્ઠ મંત્રીનું નામ ઊછળતાં રાજકીય ભૂકંપ : અમેરિકન મીડિયાનો સનસનીખેજ દાવો: મંત્રી રાજકારણમાં આવ્યા તે પહેલાં જ્યારે અમેરિકામાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારનું કનેક્શન : વાયરલ થયેલા ઈમેઈલ્સમાં બ્રિટન, નોર્વે અને મંગોલિયાના પૂર્વ વડાપ્રધાનો સાથે ભારતીય અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ : દિલ્હીથી વોશિંગ્ટન સુધી ખળભળાટ: સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે9:37 PM IST
સિંધિયાએ 'અષ્ટલક્ષ્મી દર્શન' ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો: 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ને મજબૂત બનાવવાનો હેતુ! : ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમના પ્રથમ જૂથ સાથે ચર્ચા કરી; ગોવા અને ઉત્તરાખંડના વિદ્યાર્થીઓએ અરુણાચલ પ્રદેશના અનુભવો શેર કર્યા8:26 PM IST
ભારતીય દૂધ વિશે ચોંકાવનારો રિપોર્ટ : WHO એ ભારતને મોટી ચેતવણી :દૂધ નહી ઝેર પીવે છે ભારત! દેશમાં દરરોજ 64 કરોડ લીટર દૂધ વેચાય છે જેમાંથી 50 કરોડ લીટર દૂધ નકલી અને ભેળસેળયુક્ત : 6 કરોડ લીટર પેકેજ્ડ દૂધ પીવાય છે જો આ સ્થિતિ નહીં સુધરે તો લોકો કેન્સર જેવા ભયાનક રોગનો ભોગ બનશે : સત્તાવાર આંકડાઓ અનુસાર, પંજાબમાં 25 લાખ ગાયો અને 40 લાખ ભેંસો છે, પરંતુ દૂધ ઉત્પાદક પ્રાણીઓની સંખ્યા ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું 7:17 PM IST
પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો બદલાવ : અસીમ મુનીર 'સર્વોચ્ચ સુપ્રીમ' બન્યા : સુપ્રીમ કોર્ટની સત્તાઓ છીનવાય : વિપક્ષ લાલઘૂમ : પાકિસ્તાની એસેમ્બલી દ્વારા આ બિલ 234 મતોથી પસાર કરવામાં આવ્યું : અસીમ મુનીર સંરક્ષણ દળોના વડા (CDF) બનશે.: તેઓ 27 નવેમ્બરથી આ પદ સંભાળશે : આ પછી, તેઓ પરમાણુ શસ્ત્રોના કમાન પણ સંભાળશે6:51 PM IST
દિલ્હી બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસે મેટ્રો, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન અંગે એડવાઈઝરી જાહેર કરી : મુસાફરોને રેલ્વે સ્ટેશનો પર ઓછામાં ઓછા એક કલાક અને મેટ્રો સ્ટેશનો પર વીસ મિનિટ વહેલા પહોંચવાની સલાહ : આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા માટે સુરક્ષા તપાસની મંજૂરી આપવાની કડક સલાહ : ભીડવાળા સ્થળોની મુલાકાત લેતા પહેલા તેઓ તેમની સલામતી અંગે ચિંતિત : સુરક્ષા જાળવવા અને સરળ મુસાફરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મુસાફરોને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ6:50 PM IST
ઇન્દોરના વતની, છેતરપિંડીના આરોપમાં જેલમાં... અલ ફલાહ યુનિવર્સિટીના માલિક જાવેદ અહેમદ સિદ્દીકી ચલાવે છે નવ કંપનીઓનું નેટવર્ક : લાલ કિલ્લા પાસે i20 કાર વિસ્ફોટ પછી અલ-ફલાહ યુનિવર્સિટીની વિશ્વસનીયતા ખરડાઈ ગઈ : આ વિસ્ફોટ પછી, અલ-ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જવાદ અહેમદ સિદ્દીકીને લગતા જૂના વિવાદો પણ ફરી ઉભા થયા6:50 PM IST
દુબઈમાં સ્થાયી થવું હવે વધુ સરળ બન્યું : ગોલ્ડન વિઝા હવે માત્ર 23.3 લાખ રૂપિયામાં ઉપલબ્ધ : ગોલ્ડન વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર : ભારતીય અને બાંગ્લાદેશી નાગરિકો તેને ફક્ત થોડા લાખ રૂપિયામાં મેળવી શકે : નવી સિસ્ટમ હેઠળ, નોમિનેશન પ્રક્રિયા અને જરૂરી ચકાસણી પૂર્ણ કર્યા પછી જ વિઝા આપવામાં આવશે7:17 PM IST
૧૨ રાજ્યોમાં SIR ચાલુ : ૧૦ દિવસમાં ૪૨ કરોડથી વધુ ફોર્મનું વિતરણ : ઝુંબેશ ટૂંક સમયમાં પૂર્ણ થશે : ચૂંટણી પંચ આગામી ત્રણથી પાંચ દિવસમાં સંપૂર્ણ લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની અપેક્ષા : આ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે અંતિમ મતદાર યાદી ૭ ફેબ્રુઆરીના રોજ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રકાશિત કરવામાં આવશે6:49 PM IST
વિવાદાસ્પદ પાકિસ્તાની મૌલવી બાંગ્લાદેશ પહોંચ્યા : 'ઇસ્લામના દુશ્મનો' સામે જેહાદનું એલાન કરશે : મૌલાના ફઝલુર રહેમાન પાકિસ્તાનમાં એક પ્રભાવશાળી ધાર્મિક અને રાજકીય નેતા : જે દેવબંદી વિચારધારા સાથે જોડાયેલા પાકિસ્તાનમાં એક કટ્ટરપંથી ઇસ્લામિક રાજકીય પક્ષ, જમિયત ઉલેમા-એ-ઇસ્લામનું નેતૃત્વ કરે છે6:48 PM IST
પંજાબમાં આતંકી ષડયંત્ર નિષ્ફળ: લુધિયાણામાંથી આઈએસઆઈ (ISI) ના ૧૦ એજન્ટો ઝડપાયા, ગીચ વિસ્તારમાં ગ્રેનેડ હુમલાનો હતો પ્લાન : પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ મલેશિયાના ઓપરેટિવ્સ મારફતે ભારતમાં આતંક ફેલાવવાનું નેટવર્ક ચલાવતા હતા લુધિયાણા પોલીસ કમિશનરેટને મોટી સફળતા: વિદેશી ફંડિંગ અને હથિયારોની હેરાફેરીનો પણ પર્દાફાશ5:52 PM IST
સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : વડાપ્રધાન 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે : દેવમોગરા ધામ ખાતે બિરાજમાન છે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા, કણી-કંસરી અહીં યોજાય છે નર્મદા જિલ્લાનો સૌથી મોટો મેળો : જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ4:15 PM IST
દેશભરમાં સીરિયલ બ્લાસ્ટ માટે ૩૨ ‘મોતના વાહનો' તૈયાર કરવાનું ષડયંત્ર હતું : આતંકીઓ ભયંકર રીતે દેશને હચમચાવાની તૈયારીમાં હતાઃ નવા ખુલાસાઓથી સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ : દિલ્હી બ્લાસ્ટમાં ત્રીજી લાલ બ્રેઝા કાર મળી આવી જે ટેરર મોડયુલની ચોથી કાર હતીઃ ૮ આતંકીનો સમૂહ અનેક સ્થળોએ વિસ્ફોટ કરવાની તૈયારીમાં હતા3:32 PM IST
SBI એ EMI બાઉન્સ માટે રૂ.૪,૪૦૦ વસૂલ્યા : હવે રૂ.૧.૭ લાખ દેવા પડશે : ગ્રાહકના આગ્રહ સામે બેંક હારી ગઇ ! : દિલ્હીની એક મહિલાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામે ૧૫ વર્ષ સુધી લડાઈ લડી અને અંતે જીતી ગઈ : આ કેસ રૂ.૪,૪૦૦ ના ખોટા દંડથી શરૂ થયો હતો, પરંતુ હવે બેંકને ગ્રાહકને રૂ.૧.૭ લાખ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે3:28 PM IST
દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બોંબ-વિસ્ફોટના મામલામાં 20 લોકોની સંડોવણીમા આતંકવાદી ડોક્ટરોની ટોળકી અને તેમને મદદ કરનાર સ્લીપર સેલ મોડ્યુલના શંકાસ્પદો : સજ્જાદની ધરપકડના બે દિવસ પહેલા જ લગ્ન થતાય હતા. એ ડો.ઉમર અને ડો.મુઝમ્મિલના સંપર્કમાં હતો ડોક્ટર શાહીન જૈશની મહિલા વિંગની કમાન્ડર હતી ફરીદાબાદની ડોક્ટર શાહીનને જૈશ-એ-મોહમ્મદે ભારતમાં મહિલા આતંકીઓની ભરતીની જવાબદારી સોંપી હતી3:17 PM IST
EDની મોટી કાર્યવાહી : ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં Jaypee Infratechના MD મનોજ ગૌરની ધરપકડ : ઘર ખરીદનારા ગ્રાહકો પાસેથી એકઠી કરેલી રકમ અન્ય પ્રોજેક્ટ્સમાં વાપરવાનો EDનો આરોપ : Jaypee Wishtown અને Jaypee Greens ના હજારો પરિવારોને ૧૦-૧૫ વર્ષે પણ ઘર ન મળતાં પ્રોજેક્ટ્સ અધૂરા : ધરપકડ બોલી પ્રક્રિયા વચ્ચે થતાં આ કેસ મહત્ત્વપૂર્ણ2:58 PM IST
ગોલ્ડન દાદી...૯૪ વર્ષે જીત્યા ૪ ગોલ્ડ મેડલ10:18 AM IST
જો તમારો મિત્ર કે બોયફ્રેન્ડ પરથી ફોન વાતચીત રેકોર્ડ કરે તો શું તે ગુનો છે? : તમે કયા કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો? : ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ ૭૭, ૭૯, ૩૫૧ અને ૩૫૬ હેઠળ, આ ગુનો માનવામાં આવે છે.જો રેકોર્ડિગનો ઉપયોગ ધમકીઓ, બ્લેકમેલ અથવા બદનક્ષી માટે કરવામાં આવે છે, તો સજા ત્રણથી સાત વર્ષ સુધીની હોઈ શકે છે10:20 AM IST
વિશ્વની સૌથી નાની પેન ડ્રાઇવ : પુષ્કળ સ્ટોરેજ : મોબાઇલ કે લેપટોપમાંથી કાઢવાની જરૂર નથી, સેન્ડિસ્ક દ્વારા વિશ્વની સૌથી નાની પેન ડ્રાઇવ લોન્ચ કરવામાં આવી છે : ટાઇપ-સી કનેક્ટરથી સજ્જ આ પેન ડ્રાઇવ 1TB સુધી સ્ટોરેજ આપે છે : તમે તેને $૧૪.૯૯ અથવા લગભગ રૂ.૧,૩૩૦ ની શરૂઆતની કિંમતે ખરીદી શકો છો10:10 AM IST
૧૩,૦૦૦ ફોલોઅર્સ..... વોટ્સએપ ચેનલ, ભારતના યુવાનો સુધી પહોંચી રહ્યો છે જૈશ-એ-મોહમ્મદનો ડિજિટલ જેહાદ : ૨૦૨૪ પછી, સંગઠને વોટ્સએપને પ્રચારનો પોતાનો નવો આધાર બનાવ્યો : લશ્કરના વડા હાફિઝ સઈદે મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો હતો, ત્યારે અઝહર હંમેશા ગુપ્ત રીતે કામ કરતો હતો : જૈશની ઓનલાઈન હાજરી થોડી ટેલિગ્રામ ચેનલો અને બ્લોગર સાઇટ્સ સુધી મર્યાદિત હતી9:07 PM IST
મોદી સરકારે નિકાસકારો માટે પોતાનો ખજાનો ખોલ્યો : ત્રણ મોટા નિર્ણયો દ્વારા રાહતની જાહેરાત કરી : નિકાસ પ્રમોશન મિશન માટે ₹25,060 કરોડની રકમ મંજૂર : નિકાસકારો ગેરંટી યોજના હેઠળ ₹20,000 કરોડની જોગવાઈ : જે નિકાસકારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડશે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમ ઘટાડશે : આ પગલાં ભારતની આર્થિક આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે અને "મેક ઇન ઇન્ડિયા" અને "વોકલ ફોર લોકલ" મિશનને વેગ આપશે9:13 PM IST
ખેડૂતોનું અપમાન કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઉત્તર પ્રદેશમાં કંગના રનૌત વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ : વાદી એડવોકેટ રામાશંકર શર્માએ આ કેસમાં અરજી દાખલ કરી હતી : કોર્ટે કંગનાની રિવિઝન અરજી સ્વીકારી : અને આ કેસ હવે સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં સાંભળવામાં આવશે9:22 PM IST
કાં તો ઓફિસમાં આવો અને કામ કરો, અથવા બાયઆઉટ ઓફર સ્વીકારો અને છોડી દો : બોસનો આદેશ સાંભળીને 600 કર્મચારીઓએ સામૂહિક રીતે નોકરી છોડી દીધી : અમેરિકાની સૌથી મોટી મનોરંજન કંપનીઓમાંની એક, પેરામાઉન્ટ સ્કાયડાન્સ, ઘરેથી કામ બંધ કરવાના નિર્ણય પછી કંપની હચમચી ગઈ : આ નિર્ણયથી કંપનીને $185 મિલિયનનું નુકસાન થયું9:44 PM IST
યોગી આદિત્યનાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા : સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી : દેશ વિરોધી અને આંતકીઓને તેમણે લલકાર્યા :જૂનાગઢના નવાબ, હૈદરાબાદના નિઝામે દેશ છોડીને જવુ પડ્યું છે. આજે નવુ ભારત પણ એવુ જ બની રહ્યું છે. સુરક્ષાને ખંડિત કરનારે મોટી કિંમત ચૂકવવી પડશે.10:19 PM IST
દિલ્હીમાં કાર વિસ્ફોટ વચ્ચે રાજસ્થાનમાં એક મોટો નિર્ણય: ભારત -પાકિસ્તાન સરહદ નજીક અવરજવર પર પ્રતિબંધ : દિલ્હી વિસ્ફોટો બાદ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર પ્રતિબંધિત આદેશો જારી: શ્રીગંગાનગરમાં પાકિસ્તાન સરહદથી 3 કિમીના ત્રિજ્યામાં પાબંધી : સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ મુકાયો11:17 PM IST
આઈઆઈટી બોમ્બેની ઐતિહાસિક સિદ્ધિ: દેશનું પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ડાયમંડ માઈક્રોસ્કોપ વિકસાવ્યું : આ ઉપકરણ, 'મેક ઇન ઇન્ડિયા' પહેલને મોટો વેગ આપશે. તેનો ઉપયોગ મુખ્યત્વે એડવાન્સ સેમિકન્ડક્ટર ચિપ્સના પરીક્ષણ, પદાર્થ વિજ્ઞાન (મટિરિયલ્સ સાયન્સ) અને ન્યુરોસાયન્સ ક્ષેત્રે સંશોધન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે12:53 AM IST
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમના નામે સોશિયલ મીડિયા પર ભ્રામક દાવો વાયરલ; 'અમેરિકા બચાવવાના સ્વપ્ન'ની વાત પાયાવિહોણી : આ પોસ્ટને અમેરિકાના ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ દ્વારા 'રિપોસ્ટ' કરવામાં આવતા આ દાવાને વધુ પ્રસાર મળ્યો હતો: જોકે, વિશ્વસનીય સમાચાર એજન્સીઓ અને ફેક્ટ-ચેકર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થયો છે1:38 AM IST















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













