તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 11th May 2025
પોરબંદરના કુતિયાણામાં ગઇકાલે બે કલાકમાં ચાર ઇંચ ખાબકયોઃ રાજયના ૩પ તાલુકાઓમાં માવઠું
આજે પણ રાજકોટ સહિત જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના સ્થળોએ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં સાતમાં દિવસે પણ માવઠાનું સંકટ યથાવત્ રહ્યું છે. શનિવારે (10મી મે) 35 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં પોરબંદરના કુતિયાણામાં બે કલાકમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મળતી માહિતી અનુસાર, કુતિયાણામાં શનિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જામકંડોરણામાં 3 ઈંચ, ધોરાજીમાં 2.50 ઈંચ, જેતપુરમાં 2.05 ઈંચ, ઉપલેટમાં 1.50 ઈંચ, જૂનાગઢના માણવદરમાં 1.50 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 1.40 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં આજે રવિવારે (11મી મે) 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય સોમવાર-મંગળવારના પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
