<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ઓરી ગામે રેતી ખનન પર ખાણ ખનીજ ખાતાએ રેડ કરી વાહનો જપ્ત કર્યા

ચાર હાઈવા ટ્રકો ઝડપી આમલેથા પોલીસ મથકે મુકી જ્યારે એક લોડર રસ્તામાં મૂકી ચાલક નાશી છૂટ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં રેતી ખનન સહિત ગેરકાયદેસર ધંધા મોટા પ્રમાણ માં ચાલી રહ્યા છે તાજેતર માં પ્રાંત અધિકારીએ ઓરી ગામથી કેટલાક વાહનો જપ્ત કર્યા હતા ત્યારે ગત રાત્રે પણ સિસોદરા ખાતે રેતી ખનન ચાલતું હોવાની બાતમી મળતા ખાણ ખનીજ ખાતા એ ત્યાં રેડ કરતા કેટલાક વાહનો જપ્ત કર્યા છે.
મળતી માહિતી અનુસાર ખાણ ખનિજ ખાતા એ ગત રાત્રે ઓરી ગામ ના તટ પર ચાલતા રેતી ખનન પર છાપો મારતા ખનન માફીયાઓ માં ફફડાટ ફેલાયો હતો જેમાં ચાર હાઈવા ટ્રકો અને એક લોડર વાહન જપ્ત કરી આમલેથા પોલીસ મથકે લાવવામાં આવતા હતા ત્યારે લોડર વાહન નો ચાલક વાહન હાઈવે પર મૂકી નાશી છૂટ્યો હતો અને ચાર હાઈવા ટ્રકો આમલેથા પોલીસ મથકે મૂકવામાં આવી છે.
જોકે આ બાબતે ખાણ ખનિજ વિભાગ ના અધિકારી ગોર સાહેબ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે વાહનો પકડ્યા છે પરંતુ રાત્રિ નો સમય હોવાથી આ ખનન ગેરકાયદેસર હતું કે નહીં એ તપાસ બાદ આગળ કાર્યવાહી થશે.
ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ જેની લિઝ છે એ વ્યક્તિ પોતાની લિઝ માં નિયમ મુજબ સવારે 8 થી સાંજે 6 સુધી રેતી ભરે છે પરંતુ નિયમ વિરુદ્ધ સિસોદરા માં લીઝ હોવા છતાં રાત્રિ દરમિયાન ઓરી ગામ થી ગેરકાયદેસર ખનન કરે છે. તો ખાણ ખનીજ વિભાગે રાત્રે રેડ કરી હોય સાંજે 6 વાગ્યા બાદ ખનન ગેરકાયદેસર કહેવાય તો ખાણ ખનીજ અધિકારી એ ગુનો દાખલ નહીં કરી ખનન માફીયાઓ ને બચાવવા પ્રયાસ કર્યો છે..? સીસોદરા ગામ માં લીઝ હોવા છતાં રાત્રિ ના સમયે ઓરી ગામ માંથી કેમ રેતી ભરવાનું કામ ચાલતું હતું..? જો આ બાબત સત્ય હોય તો ખાણ ખનીજ વિભાગ ગુનો દાખલ કરી ખનન માફીયાઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.

 

(12:25 AM IST)