<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત : ખરાબ ફોર્મને કારણે શુભમન ગીલ આઉટ : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર ઈશાન કિશનની વાપસી : સૂર્યકુમાર યાદવના સુકાનીપદ હેઠળ ૧૫ સભ્યોની ટીમ જાહેર : અક્ષર પટેલને વાઇસ કેપ્ટન : હાર્દિક, તિલક, અભિષેક અને સેમસનનો સમાવેશ, જ્યારે બુમરાહ અને કુલદીપ સંભાળશે બોલિંગની કમાન : સંપૂર્ણ ટીમની યાદી - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ૫૭ની એવરેજથી ૫૧૬ રન સાથે વાપસી), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર2:53 PM IST

મહાવિકાસ અઘાડીમાં ભંગાણના સ્પષ્ટ સંકેતો: મુંબઈ મહાનગર પાલિકાનું રણશિંગુ ફૂંકાયું: તમામ ૨૨૭ બેઠકો ઉપર કોંગ્રેસનો ‘એકલા ચલો’નો નારો, જ્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધનની પ્રબળ શક્યતાઓ : ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીનું ગઠબંધન (મહાયુતિ) વિધાનસભાની જેમ પાલિકામાં પણ સાથે મળીને લડશે: જોકે, વિપક્ષો દ્વારા તેમના પર આકરા પ્રહારો : મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીઓ ૨૦૨૨ની શરૂઆતમાં યોજાવાની હતી, પરંતુ ઓબીસી અનામત અને વોર્ડ સીમાંકનના વિવાદોને કારણે તે સતત પાછી ઠેલાઈ હતી: છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદારના શાસન હેઠળ રહેલી પાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો 9:57 PM IST

કરુણતાની પરાકાષ્ટા: 'જેટલા દીકરા જોઈએ તેટલા જ જણવા જોઈએ...' સુસાઈડ નોટ લખીને માતાએ પુત્રની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવ્યું : સુસાઈડ નોટમાં સાસરિયાંની પોલ ખોલી: સાસુ-સસરાના રોજિંદા કજિયાથી કંટાળીને પહેલા પોતાના વહાલસોયા દીકરાની હત્યા કરી અને બાદમાં પોતે પણ મોતને વહાલું કરી લીધ : પિતાને સંદેશ: "પપ્પા, મને માફ કરી દેજો. હું હારી ગઈ છું: મારા સાસુ અને સસરા મને જીવવા દેવા માંગતા નથી: રોજ મેણાં-ટોણાં મારે છે અને ત્રાસ આપે છે: સાસુ-સસરાના વર્તનથી થાકીહારીને લખ્યું હતું કે, "ઉતને હી બેટો કો પૈદા કરો, જિતનો કો તુમ પાલ સકો..." (એટલે કે, જેટલા દીકરાઓને તમે યોગ્ય સંસ્કાર આપીને ઉછેરી શકો, તેટલાને જ જન્મ આપવો જોઈએ)9:18 PM IST

શ્રીનગરમાં તાપમાન ગગડીને શૂન્યથી નીચે એટલે કે માઈનસ ૬ ડિગ્રી સુધી પહોંચી ગયું: વિશ્વપ્રખ્યાત દલ સરોવરના ઉપરના પાણીની પરત અને સરોવરના અંદરના ભાગો થીજી ગયા: આગામી દિવસોમાં ઠંડી વધતા આખું સરોવર બરફની ચાદરમાં ફેરવાઈ જશે : કાશ્મીરમાં થોડા જ કલાકોમાં હાડ થીજવતી ઠંડીના ‘ચિલ્લઈ કલાં’નો પ્રારંભ: ૪૦ દિવસ સુધી ખીણમાં બરફનું સામ્રાજ્ય રહેવા સંભવ : કાતિલ ઠંડી: કાશ્મીરમાં ૪૦ દિવસનો સૌથી કઠોર શિયાળો શરૂ, જેને સ્થાનિક ભાષામાં 'ચિલ્લઈ કલાં' કહેવાય છે * થીજ્યું કાશ્મીર: શ્રીનગરમાં તાપમાન માઈનસ ૬ ડિગ્રીએ પહોંચતા દલ સરોવરના પાણીની સપાટી બરફ બનવા લાગી * જીવન પ્રભાવિત: ભારે વીજ કાપ, થીજી ગયેલા નળ અને મોંઘવારીને કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો6:41 PM IST

બ્‍લ્‍યુ ઇકોનોમી અને પ્રવાસનથી પોરબંદર વિકાસની નવી ઊંચાઈઓ સર કરશેઃ અર્જુનભાઈ મોઢવાડિયા : પોરબંદરમાં વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરન્‍સનો ભવ્‍ય પ્રારંભઃ બ્‍લૂ ઇકોનોમી અને મહિલા સશક્‍તિકરણ પર વિશેષ ભાર મુકાયોઃ જીએસબીટીએમના ડિરેક્‍ટર જનરલ દિગ્‍વિજયસિંહ જાડેજા સહિતના ઉપસ્‍થિત વિવિધ ક્ષેત્રે કરોડોના MOU સાઈન, સ્‍થાનિકોને મળશે રોજગારીની નવી તકઃ વિકસિત ગુજરાત @૨૦૪૭: પોરબંદરના દરિયાકાંઠે ‘બ્‍લૂ બાયો-ઇકોનોમી'ના વિકાસનો નવો રોડમેપઃ VGRC પોરબંદરઃ વાજપાઇ બેન્‍કેબલ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક અને સાધન-સહાયનું વિતરણઃ પોરબંદરના વિકાસને લાગશે પાંખોઃ ત્રણ દિવસીય રીજનલ કોન્‍ફરન્‍સ અને પ્રદર્શનનો કેબિનેટ મંત્રીના હસ્‍તે ભવ્‍ય પ્રારંભ1:29 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST