<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

નાગરિકોને સતર્ક કરી સલામત રાખવા માટે નર્મદા સેવાસદન ખાતે નવું સાયરન મુકવામાં આવ્યું

સતર્કતા વોર્નિંગ માટે રાજપીપલા નગરપાલિકા અને સરદાર ટાઉન હોલ ખાતે પણ નવા સાયરન મુકાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા રાજપીપલા નાગરિકોની સલામતી અને સુરક્ષા સતર્કતાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આગોતરું પગલું લેવામાં આવ્યું છે. જેનાથી ક્રિટીકલ પરિસ્થિતિમાં લોકોને સચેત કરવા એલર્ટ મોડ પર લાવવા માટે ત્રણ સાયરસ મુકાયા છે. જેની રેન્જ 3 કિ.મી. સુધીની છે. અને તેનો અવાજ સાંભળીને શહેરના લોકોને સાયરન વગાડીને સતર્ક કરાશે. જિલ્લાના સેવાસદન કલેક્ટર કચેરી સહિત નગરપાલિકા અને સરદાર ટાઉન હોલ પર લાગેલા સાયરન આપત્તિની સંભાવિત પરિસ્થિતિ જેવી કે પુર ભૂકંપ, વાવાઝોડું કે યુદ્ધ જેવી સંકટ પરિસ્થિતિ દરમિયાન સતર્કતા અને ચેતવણી આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

    આ સાયરન કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ કે અન્ય તાત્કાલિક ક્રિટીકલ સંજોગોમાં ચેતવણીરૂપે નાગરિકોને સંકેતની સૂચના આપશે. આ પહેલ સંભવિત જાનમાલના નુકસાનને નિયંત્રિત કરવા અને ત્વરિત મદદ પહોંચાડવામાં કારગત સહાયરૂપ બનશે. એટલે શહેરના નાગરિકોએ પણ આવુ સાયરન વાગે ત્યારે ઘભરાવવાની જરૂર નથી સતર્ક અને સાવધાની રાખવાની છે. આ સાયરન સંકટ સમયે જ અધિકારિક તોર પર જિલ્લાના જવાબદાર અધિકારીઓની સૂચના આદેશ અનુસાર ડિઝાસ્ટર સમયે જ વાગશે.

(12:27 AM IST)